પટનામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મારપીટ
પટના,બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂરી થતાની સાથે જ હવે નવી સરકાર બનાવવા માટે રાજ્યમાં કવાયત ચાલી રહી છે. બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકની અંદર વિવાદ થોય અને વાત મારામારી સુધી પહોંચી ગઇ. આ મારામારી પાર્ટીના કાર્યકરો કે અન્ય કોઇએ નહીં પણ ધારાસભ્યો વચ્ચે થઇ છે. બે પક્ષો વચ્ચે કોંગ્રેસના વિધાયક દળના નેતા બનવા માટે આ મારામારી થઇ છે.
બેઠક દરમિયાન હંગામો ત્યારે શરુ થયો જ્યારે ધારાસભ્ય વિજય શંકર દૂબેને ચોર કહેવામાં આવ્યા.ચૂંટણીમાં હાર બાદ બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસના પ્રેદશ મુખ્યાલય સદાકત આશ્રમમાં શુક્રવારે કોંગ્રેસના વિધાયક દળની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે વિવાદ થયો અને સામસામી ગાળાગાળી પણ થઇ અને વાત મારામારી સુધી પહોંચી ગઇ.
આ બેઠકમાં માહારાજગંજના કોંગ્રસના ધારાસભ્ય વિજય શંકર દૂબે અને વિક્રમથી કોંગ્રેસી ધારાસભ્ય સિદ્ધાર્થ વચ્ચે વિધાયક દળના નેતા બનવા માટે ઝગડો થયો, જેણે મોટું સ્વરુપ લીધું. જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘલ અને કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટિના ચેરમેન અવિનાશ પાંડે પણ હાજર હતા.