Western Times News

Gujarati News

પટના જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગઃ ૬ ભડથું

આગથી બચવા કેટલાક લોકોએ બીજા માળેથી છલાંગ લગાવી હતીઃ ૧૫થી વધુ ગંભીર

(એજન્સી)પટના, પટના જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યે આ અકસ્માત થયો હતો. રાજધાની પટનામાં રેલવે સ્ટેશન નજીકની બે ઈમારતોમાં ભીષણ આગ દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે.

આ દુર્ઘટનામાં ૧૫ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે તમામને પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. બે ઈમારતોમાંથી એક ઇમારત પાલ નામની હોટલ છે. અને આગ લાગી ત્યારે હોટલમાં ઘણા લોકો હાજર હતા.આગ દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવામાં વ્યસ્ત છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ૫૧ ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ લાગવાની દુર્ઘટના બનવા પામી હતી.

સ્થાનિક લોકો તરફથી જાણકારી મળી રહી છે કે આગ દિવસના ૧૧ વાગે લાગી હતી. ગેસ સિલિન્ડરની આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. હોટલના સ્ટાફ દ્વારા આગને ઓલવવા માટે કરવામાં આવેલા પ્રયાસો તે કેટલી ભયાનક છે તેની સરખામણીમાં ઓછા લાગે છે. ફાયર વિભાગ નજીકના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ટેન્ડરોની વ્યવસ્થા કરી રહ્યું છે. આ આગમાં એક મહિલા સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક કાંકરબાગ, લોદીપુર ફાયર સ્ટેશનના ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઓવરબ્રિજ ઉપર અને નીચે જામ છે.

આસપાસની અનેક ઈમારતો બળી ગઈ છે. પાલ હોટલ ઉપરાંત પંજાબી નવાબી અને બલવીર સાયકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, નજીકની ઈમારતોમાં આગ લાગતા ડઝનબંધ લોકો ફસાઈ ગયા હતા. તેમને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.