પટિયાલા અને અમૃતસરમાં સિદ્ધૂ પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Sidhu-1024x577.jpeg)
ચંડીગઢ: પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધૂએ ખેડૂત આંદોલન મામલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ખુલ્લો પડકાર આપ્યો છે. સિદ્ધૂ કૃષિ કાયદાના વિરોધમાં ૨૬ મે ના રોજ પટિયાલા અમે અમૃતસર ખાતેના પોતાના નિવાસસ્થાને કાળા ઝંડા ફરકાવશે. તેને એક દિવસ પહેલા જ અમરિન્દરે ખેડૂતોને આંદોલન પાછું ખેંચવા માટે અપીલ કરી હતી.
સિદ્ધૂએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તમામ લોકોને કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા ફરકાવવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે પોતાના ઘરની છત પર કાળા ઝંડા ફરકાવી રાખે જ્યાં સુધી કાળો કાયદો રદ્દ કરવામાં ન આવે અથવા તો રાજ્ય સરકાર પાકની ખરીદી અને એમએસપીને વિશ્વાસ લાયક બનાવવા માટે કોઈ વિકલ્પ ન આપે.૨૬ મે ના રોજ ખેડૂતોને ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠાની ૬ મહીના પૂરા થઈ જશે. ત્રણેય કૃષિ કાયદા અંગે કેન્દ્ર સરકાર અને સંયુક્ત કિસાન મોર્ચા વચ્ચે ચાલી રહેલી વાતચીત ૪ મહીનાથી બંધ છે. આ મુદ્દે ખેડૂતોએ ૨૬મે ને કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. પંજાબના ૩૨ ખેડૂત સંગઠન આ માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
ખેડૂત સંગઠનોએ ખેડૂતો, મજૂરો, યુવાઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સાહિત્યકારો, રંગકારમીઓ, ટ્રાન્સપોર્ટરો-વેપારીઓ અને દુકાનદારો ને પોતાનો રોષ વ્યક્ત કરવા અપીલ કરી છે. બે વર્ષ પહેલા સ્થાનિક સંસ્થાઓ વિભાગ બદલાવા બાબતે રાજીનામું આપનાર પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિદ્ધૂ સતત મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પર પ્રહાર કર્યા હતા. સિદ્ધૂ પહેલા ભાજપના નેતા હતા. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્યુનિંગ બગાડવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસમાં જાેડાયા હતા.
કોંગ્રેસ નેતૃત્વ મુખ્યમંત્રી અમરિન્દર અને સિદ્ધૂ વચ્ચે બે વખત ઉકીલ લાવવાના પ્રયાસ કરવામાં આવી ચુકાયા છે, પરંતુ બંને પ્રયાસો નિષ્ફળ રહ્યા. ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ કેપ્ટન અમરિન્દરની સાથે સિદ્ધૂના લાંચ દરમિયાન બેઠક મળી હતી. બેઠકમાં ઝ્રસ્ ઉપરાંત હરીશ રાવત પણ ઉપસ્થિત હતા. જ્યારે, ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ ચા પર ચર્ચા થઈ હતી, તેમાં સિદ્ધુની નવી ઇનિંગ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. પરતું, આ વખતે પણ વાત બની ન હતી.
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ સિદ્ધૂ પાસેથી સ્થાનિક સંસ્થાઓનો વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો, જે કારણે તેઓ નારાજ હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનું કામ પ્રમાણિકતાપૂર્વક કરી રહ્યા છે તો તેમાં બદલાવ કેમ? બાદમાં એવી પણ ચર્ચા ચાલી કે સિદ્ધૂ ડેપ્યુટી સીએમ બનવા ઈચ્છે છે, જે માટે મુખ્યમંત્રી તૈયાર નથી. હવે વિધાનસભા ચુંટણીમાં માત્ર એક જ વર્ષનો સમય બાકી રહ્યો છે, એવામાં સિદ્ધૂને મનાવવા માટે પાર્ટી કોઈ જ કસર છોડશે નહીં.