પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગનું સમાપન થયું
(પ્રતિનિધિ)ભરૂચ, શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના જુના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહે અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.ચાલુ સાલે પીપીએલ -૫ ટુર્નામેન્ટનું આયોજન જૂની દીવી ના રોયલ સ્પોટ્ર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા અતૂટ જતન અને એની માવજત એ ખૂબ જરૂરી છે,રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખુટા રહેવાનો બોલબાલા છે ત્યારે આપણે સમાજે વસુધેવ કુટુંબ્કમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે,અને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના યુવાનોની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ગતરોજ બે સેમિફાઇનલ રમ્યા બાદ ટીજી બોયઝ અને પટેલ ગ્લેડિયેટર્સ ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.ટીજી બોયઝે પ્રથમ દાવ લઈ ૧૪૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો,
પટેલ ગ્લેડીએટર્સ આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા પીપીએલ-૫ ના વિજેતા ટીજી બોયઝ ટીમના ખેલાડીઓ થયા હતા, સર્વે તેને ખૂબ ઉમળકાભેર આવકારી પ્રોત્સાહિત કર્યા હતા, આ પ્રસંગે શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ,બેસ્ટ બોલર, બેસ્ટ કેચ, બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીજી બોયઝ? ટીમને ટ્રોફી એનાયત કરી હતી.