પઠાણકોટમાં સુરૈશ રૈનાની ફઇના પરિવાર પર હુમલો, ફુવાનું મોત
મુંબઇ, પંજાબના પઠાણકોટમાં માધોપુર વિસ્તારના થરિયાલ ગામમાં એક પરિવાર પર હુમલો કરી લુટપાટની ધટના બની છે આ પરિવાર સુરેશ રૈનાની ફઇનું કહેવાય છે હુમલામાં સુરેશ રૈનાના ફુવાનું મોત થયું છે. જયારે તેમની ફઇની હાલત ગંભીર બનેલ છે પરિવારના અન્ય સભ્યને પણ ઇજા થઇ છે.હુમલાના અહેવાલ મળતા જ પોલીસ ધટના સ્થળે દોડી ગઇ હતી પરંતુ હજુ સુધી હુમલાખોરોની માહિતી મળી શકી નથી. આ માહિતી જયારે સુરેશ રૈનાને મળી ત્યારે તે આઇપીએલ છોડી ભારત પાછો ફર્યો છે. તેની પાછળનું કારણ આ ધટના બતાવવામાં આવી રહ્યું છે તે પુરી સીરીજ ટીમની બહાર રહેશે ચેન્નાઇ સુપર કિંગ્સ આ સમયે સુરેશ રૈના અને તેના પરિવારને પુરૂ સમર્થન આપી રહી છે.
ધટના ૧૯ ઓગષ્ટની બતાવવામાં આવી રહી છે મૃતકની ઓળખ ઠેકેદાર અશોકકુમારના રૂપમાં કરવામાં આવીછે લુંટારૂઓ રાતના સમયે સુઇ રહેલા પરિવાર પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો આ હુમલાથી પરિવાર બચી શકયો નહીં અશોકરુમારને ગંભીર ઇજા થઇ હતી તેમનું મોત નિપજયુ હતું જયારે સુરેશ રૈનાની ફઇ અને કુમારના પત્ની આશાદેવીની હાલત ગંભીર છે. મૃતકનો પુત્ર કૌશલ,અપિનકુમાર સહિત તેમની માતા સત્યા દેવીને ઇજા થઇ છે.HS