Western Times News

Gujarati News

પઠાણકોટ એરબેઝ પર હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન

સૌથી પહેલા દેશના પઠાણકોટ એરબેઝે સુવિધા વિકસિત કરવામાં આવ્યા બાદ દેશના અન્ય ભાગોમાં પણ વ્યવસ્થા

પઠાણકોટ, જેશે મોહમ્મદના ત્રાસવાદીઓ દ્વારા ચાર વર્ષ પહેલા પઠાણકોટ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યાના આશરે ચાર વર્ષ બાદ હવે પઠાણકોટ એરબેઝ ખાસે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. અહીં ડિસેમ્બર સુધી ઇન્ટીગ્રેટેડ પરિમિટર સિક્યુરિટી સિસ્ટમ ( આઇપીએસએસ) સ્થાપિત કરવામાં આવનાર છે. ચાર વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો ત્યારે વાયુ સેનાને ભારે નુકસાન થયુ હતુ. વાયુસેનાના સિક્યુરિટી સેટ અપને ભારે નુકસાન એ વખતે થયા બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવાને લઇને છેલ્લા કેટલાક સમયથી હિલચાલ ચાલી રહી હતી.

આ હુમલા બાદથી પાકિસ્તાન સાથે સંબંધ ખુબ ખરાબ થઇ ગયા હતા. જા કે હવે ટુંક સમયમાં જ પઠાણકોટમાં ઇન્ડિયન એરફોર્સના બેઝને અભેદ્ય બનાવી દેવામાં આવનાર છે. કારણ કે ફ્રન્ટલાઇન સ્ટેશન પર નવા વર્યુઅલી અભેદ્ય પરિમિટર સિસ્ટમ ટુંક સમયમાં સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવનાર છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યુ છે કે પઠાણકોટ એરબેઝમાં ઇન્ટીગ્રેટેડ પરિમિટર સિક્યુરિટી સિસ્ટમના પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બર ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે.

ત્યારબાદ તેને અન્ય બેઝ પર શરૂ કરવામાં આવનાર છે. વાયુ સેનાએ સેન્સેટિવ એન્ડ હાઇ રિસ્કવાળા પોતાના ૨૩ એરબેઝ પર આઇપીએસએસનો પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બર ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. આઇપીએસએસ એક પ્રકારના વ્યાપક મલ્ટીસેન્સર, મલ્ટી લેયર્ડ, હાઇ ટેક સર્વિલાન્સ તેમજ એન્જિન ડિટેક્શન સિસ્ટમ તરીકે છે. સાથે સાથે વાયુ સેના પોતાના અન્ય ૧૯ એર સ્ટેશનો માટે પણ ઇલેક્ટ્રિક સ્માર્ટ પાવર ફેન્સેસ મામલાને આગળ વધારી રહી છે. આઇપીએસએસ ઇલેક્ટ્રોનિક આંખની જેમ છે.જેના મારફતે ઘુસણખોરીને રોકી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.