પડતર પ્રશ્નો ઉકેલવા અંગે આશાવર્કર અને આંગણવાડી બહેનોનું સરકારને અલ્ટીમેટમ

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, પોતાની પડતર માંગણીઓના સંદર્ભમાં ગુજરાતની આશા વર્કર અનેે આંગણવાડીની બહેનોએે સરકારનેે અલ્ટીમેટમ આપ્યુ છે. આ માંગણીઓ ૧ લી ડીસેમ્બર સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો જીલ્લા અને તાલુકા મથકોએ સામુહિક આવેદન પત્રો આપીને આંદોલનના શ્રીગણેશ કરાશે એવી ચિમકી પણ આપી છે.
ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયન જણાવેે છે કે આરોગ્ય વિભાગની પાયાની સેવા તથા કોરોના સામે જીવના જાેખમે સેવા બજાવતી ૩૭૦૦ ફેસિલીએટર બહેનોનુૃં શોષણ થાય છે. તાજેતરમાંજ વડાપ્રધાન મોદીએ પણ કોરોનામાં સારી કામગીરી કરવા બદલ આશાવર્કર બહેનોની પ્રશંસા કરી હતી.
પરંતુ ગુજરાત સરકારે એપ્રિલ-ર૦ર૧થી કોરોનાની કામગીરીમાં આશાવર્કર બહેેનો માટેે નક્કી કરાયેલી એક હજાર બહેનો અને ફેસિલીએટરને રૂા.પ૦૦ જેવી નજીવી રકમ પણ ચુકવી નથી.
બહેનો પાસે કામ કરાવી લીધા બાદ આ રકમમાં પણ કાપ મુકવાનો પરિપત્ર મોકલીને સરકારે ઠગાઈ કરી છે. ઉપરાંત કોરોનામાં મૃત્યુ પામેલી બહેનોનેે કોઈ રકમ ચુકવાઈ નથી. આશાવર્કરો અને ફસિલીએટરોને ૧૬ વર્ષની સેવા છતાં કાયમી કરાતા નથી. તેમજ મહિને ૩ થી ૪ હજાર જેટલુ જ નજીવું વળતર ચુકવે છે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પણ જણાવે છે કે ૪પ વર્ષની સેવા છતાં આંગણવાડી વર્કર- હેલ્પરને લઘુત્તમ વેતન અપાતુ નથી. કાયમી કરાતા નથી. કુપોષણની લડાઈમાં પણ સરકાર ગંભીર નથી. ત્રણ વર્ષ પહેલાં ડેટા રીપોર્ટીંગ માટે અપાયલા હલકી ગુણવત્તાવાળા પ૦ હજાર મોબાઈલ ફોન ઠપ્પ થઈગયા હતા. રોષે ભરાયેલી બહેનોએ ૧ર મી નવેમ્બરે મુખ્યમંત્રીને આવેદન આપવાનુૃ નક્કી કર્યુ છે.