પડતર માંગણીઓના મુદ્દે ભરૂચ સિવિલ હોસ્પિટલ ર્નસિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ર્નસિંગ કર્મચારીઓની પડતર માંગણીઓ ના મુદ્દે ભરૂચ સિવિલ હોસ્પિટલ ના ર્નસિંગ સ્ટાફે હડતાળ પાડી દેખાવો કર્યા હતા.જો કે ઈમરજન્સી સેવાઓ માં નર્સો એ પોતાની ફરજ અદા કરી માનવતા દર્શાવી હતી.
રાજ્ય ના ર્નસિંગ કર્મચારીઓ ની પડતર માંગણીઓ માટે ૧૬ મી જાન્યુઆરી થી હકારાત્મક અભિગમ સાથે યુનિફોર્મ બહિષ્કાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો સાથે લડત નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પરંતુ રજૂઆતો પણ બાદ યોગ્ય પ્રતિસાદ ન મળતા હડતાળ નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
જેમાં ભરૂચ સિવિલ ર્નસિંગ સ્ટાફ તેઓ ની પડતર માંગણીઓ ના સંદર્ભે હડતાળ પર ઉતરી જઈ કામકાજ થી અળગા રહી તેઓ ની માંગણીઓ અંગે સિવિલ સંકુલ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા. ર્નસિંગ સ્ટાફ ની હડતાળ ના પગલે સિવિલ હોસ્પિટલ ની કામગીરી ને અસર થવા પામી હતી.પરંતુ માનવતા દર્શાવતા ઈમરજન્સી સેવાઓ પર નર્સો એ ફરજ પર રહેતા કઈંક અંશે રાહત રહેવા પામી હતી.*