પડોશી મહિલાનો વિડિયો ઉતારી ગંદા ઈશારા કરતા હોવાનો આક્ષેપ
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચેની બબાલ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. આ સોસાયટીમાં રહેતા વેપારીએ આક્ષેપ કર્યો છે કે તેઓ દુકાને જાય ત્યારે તેમના પાડોશી તેમની પત્નીના વિડીયો ઉતારી ગંદા ઈશારા કરતા હતા. જે બાબતે ઝગડો થયા બાદ વેપારીએ ઘરે લગાવેલા સીસીટીવી બાબતે ઝગડો થયો હતો. સમગ્ર આક્ષેપોને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઇસનપુરમાં આવેલી એક સોસાયટીમાં ઇલેક્ટ્રિક દુકાન ધરાવી વેપાર કરતા વેપારી તેમના પરિવાર સાથે રહે છે. ગુરુવારના રોજ તેઓ સવારે દુકાને જવા નિકલ્યા હતા. ત્યારે ઘરની બહાર આવી તેમના પત્ની ટિફિન આપતા હતા. તે સમયે ત્યાં પાડોશમાં રહેતા એક વ્યક્તિ છુપાઈને આ મહિલાનો વિડીયો ઉતરતા હતા અને બીભત્સ ઈશારો કરતા હતા.
જેથી વેપારીએ તેમને આ બાબતે પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો ન હતો. અને બીજા દિવસે આ પાડોશીએ મહિલાના વીડિયો ઉતારી બીભત્સ ઈશારા કરતા હતા. જેથી આ બાબતે તેઓને ઠપકો આપવા જતા પડોશીએ કહ્યું કે ‘એવું તો શુ છે તારી પત્નીમાં કે આટલો ભાવ ખાય છે?’ જોકે, આ મામલે મહિલાના પતિએ સહેજ પણ જાતનો સમય વેડફ્યા વગર અમદાવાદના ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાવી છે. પોલીસે મહિલાના પતિને ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથધરી છે.
વીડિયો બાબતે ઝઘડો થયા બાદ બાદમાં આ પાડોશી અને તેનો દીકરો આવ્યા અને વેપારીએ ઘરે લગાવેલા સીસીટીવી બાબતે ઝગડા કર્યા હતા અને સીસીટીવી કાઢી નાખવા બબાલ કરી હતી. પડોશીએ ૨૦ લાખમાં ઘર માંગી બોલાચાલી કરી હતી. તે સમયે વેપારીએ પોલીસને જાણ કરતા ઇસનપુર પોલીસ આવી અને આ બાબતે ફરિયાદ નોંધી હતી. જોકે વેપારીનો એવો પણ આક્ષેપ છે કે પાડોશી એ તેમનું ઘર ખરીદવા અગાઉ કોર્પોરેશન તથા પોલીસમાં અનેક વાર ખોટી અરજીઓ પણ કરી હતી.