પતંગની દોરીથી રક્ષણ આપવા ૩૦ બ્રિજો પર તાર બંધાયા
અમદાવાદ, શહેરમાં સેફ ઉતરાયણ પર્વ બનાવવા એનજીઓ અને કોર્પોરેશન દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. હવે ઉત્તરાયણના પર્વના આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાહદારીઓ કે ટુ વ્હીલરના ચાલકોના ગળા દોરીથી ના કપાય તે માટે સલામતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેફ ઉત્તરાયણ એનજીઓના મનોજ ભાવસાર છેલ્લા ૩૦ વર્ષોથી સાબરમતી નદી પરના તમામ બ્રિજો પર તાર બાંધવાની કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે પણ શહેરના ૩૦ બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરીની પહેલ નવા બનેલા ઇન્કમટેક્સ બ્રિજથી શરૂ કરી છે. કેટલાક બ્રિજ પર તાર બાંધવા માટે કોર્પોરેશન દ્વારા હાઇડ્રોલિક ક્રેન પૂરી પાડવામાં આવે છે.