Western Times News

Gujarati News

પતંગ ચગાવતા બાળકનું પાંચમાં માળેથી નીચે પટકાતા કરૂણ મોત

સુરત, સુરતમાં પતંગ ચગાવતા ૬ વર્ષના બાળકનું પાંચમાં માળેથી નીચે પટકાતા કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના અડાજણ-પાલ રોડ પર એક બાળકનું પાંચમા માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતાં બહેન અને મિત્રોની નજર સામે નીચે પટકાતાં મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મૃતક બાળકના પિતાના જણાવ્યા અનુસાર તનય ધોરણ-૧માં અભ્યાસ કરતો હતો. તે રોજ નીલકંઠ એવન્યુના મિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરુવારે સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યો હતો. ટેરેસ પર બહેન અને બીજા મિત્રો સાથે જ હતા. તનય પટકાતાં અચાનક બૂમાબૂમ થઈ અને લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.

દરમિયાન પત્નીએ દોડીને જાેયુ તો તનય ટેરેસ પરથી નીટે પટકાતાં માથા અને છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર માતાને એમ જ છે કે, તનય હોસ્પિટલમાં દાખલ છે. એટલે કે, બાળકના મૃત્યુ અંગે માતાને કોઈ જાણ થઈ નથી. મીડિયા રિપોર્ટ મુજબ તનયે જીદ કરતા માતાએ પહેલીવાર જ પતંગ લઈ આપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.