પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓનો સારવાર કેન્દ્રો પર ઈલાજ કરાયો
અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી એ બોડકદેવ સ્થિત વન વિભાગના વાઈલ્ડલાઇફ કેર સેન્ટરમા ધાયલ પક્ષીઓની સારવારનુ નિરિક્ષણ કરી મહત્વના સૂચનો કર્યા હતા.
તેઓએ વાઈલ્ડલાઇફ ઈન્ટરપ્રીટેશન સેન્ટરની પણ મુલકાત લઈ, પ્રતીકાત્મક વૃક્ષારોપણ કર્યુ હતુ. શાળાના બાળકો સેન્ટરની મુલકાત લઈ વન્ય પ્રાણીઓ અને તેના સંરક્ષણ અંગે માહિતગગાર અને જાગૃત થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.