પતંગ હોટલનાં સિક્યુરીટી ગાર્ડને છરી મારી મોબાઈલની લુંટ

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેર સીસીટીવીથી આવરી લેવાયો છે. ઉપરાંત પોલીસનું પેટ્રોલીંગ પણ સતત કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે. જાેકે આ તમામ સુવિધાઓ સામાન્ય નાગરીકો પાસેથી દંડ વસુલવામાં વધારે વપરાતી હોય તેમ લાગી રહયું છે કારણ કે સીસીટીવી અને પેટ્રોલિંગ હોવા છતાં શહેરમાં ક્રાઈમનો ગ્રાફ સતત ઉંચે જઈ રહયો છે અને ચોર-લુંટારૂ બેફામ બન્યા છે ત્યારે પતંગ હોટેલના સિકયુરીટી ગાર્ડને છરી મારી મોબાઈલ ફોન લુંટવાની ઘટના સામે આવી છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે સંતોષભાઈ શર્મા (ર૧) પતંગ હોટલ, નહેરૂબ્રીજ ખાતે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ત્યાં જ રહે છે બુધવારે રાત્રે સંતોષભાઈ હોટેલના મુખ્ય દરવાજા આગળ ફોન પર વાતો કરતા હતા ત્યારે બે શખ્સો રીવરફ્રન્ટ તરફથી આવી એક ફોન કરવા તેમનો મોબાઈલ માંગ્યો હતો જાે કે સંતોષભાઈએ ફોન આપવા ઈન્કાર કરતા એક ઈસમે ફોન ઝુંટવી લીધો હતો
જેથી સંતોષભાઈએ ફોન પરત લેવાનો પ્રયાસ કરતાં બેમાંથી એક લુંટારૂએ છરી કાઢીને મારી દેતા તેમના હાથે ઈા થઈ હતી તેમ છતાં તેમણે ભાગતા લુંટારૂઓનો પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ ઉઠાવી લુંટારૂ જનપથની ગલીમાંથી ફરાર થઈ ગયા હતા. એલીસબ્રીજ પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે.