પતંજલિની કોરોના દવાના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ
નવી દિલ્હી, હરિદ્વાર ખાતે યોગગુરુ રામદેવ દ્વારા કોરોનાની આર્યુવેદિક દવાને મંગળવારે બપોરે જ લોન્ચ કરાઈ હતી. જેના ગણતરીના કલાકોમાં જ આયુષ મંત્રાલયે પતંજલિ આર્યુવેદ લિમિટેડને કોવિડ-૧૯ની દવાની કમ્પોઝીશન, રિસર્ચ સ્ટડી અને સેમ્પલ સાઈઝ સહિતની તમામ વિગતો પુરી પાડવા જણાવ્યું હતું. મંત્રાલય દ્વારા પતંજલિ ગ્રૃપને એવી પણ સૂચના પ્રદાન કરાઈ છે કે જ્યાં સુધી તેમનાં દાવાનું પરીક્ષણ સંપન્ન ન થાય ત્યાં સુધી દવાનો પ્રચાર અને પ્રસાર ના કરવામાં આવે. પતંજલિની કોરોના ટેબ્લેટ મામલે આયુષ મંત્રાલયના સુત્રોએ જણાવ્યુ કે દવાની બાબતે સાઈન્ટિફીક સ્ટડી વગેરેની કોઈ જાણકારી તેમની પાસે નથી. આ ઉપરાંત મંત્રાલયે ઉત્તરાખંડના સરકારના જરૂરી પરવાનો આપતા વિભાગ સમક્ષ આ પ્રોડક્ટની એપ્રૂવલ કર્યાની કોપી પણ માગવામાં આવી છે.