પતિએ કહ્યા બાદ પણ પત્ની પ્રેમ સંબંધ છોડવા તૈયાર નહતી
અમદાવાદ: શહેરમાં ૩ દિવસ પહેલા બાપુનગરની હોટલમાં થયેલી હત્યા મામલે નવો ખુલાસો થયો છે. પત્નિનુ કૌટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનુ સામે આવતા, પતિએ પત્નિની હત્યા નિપજાવી હતી. બાદમાં પતિએ આત્મહત્યાની કોશિશ કરી હતી. જાેકે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પતિ એ હત્યાના પ્લાનિંગ સાથે જ પત્નિને હોટલમાં લાવ્યો હતો. અને હત્યા માટે છરી પણ ખરીદી હતી. બાપુનગરની હોટલ અતિથી ગેસ્ટ હાઉસમાં થયેલી પત્નિની હત્યા મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર પતિની સારવાર દરમિયાન પુછપરછમાં સામે આવ્યુ કે, પત્નિની પોતાના કૌંટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક યોગીતા સોલંકી ની અન્ય યુવક સાથેની મોબાઈલ ચેટ પતિ મેહુલ સોલંકીના ધ્યાને આવ્યા હતા. જે વાતને લઈ મેહુલે પત્નિના પરિવારને જાણ કરી હતી. જાે કે યોગીતા ન સમજતા પતિએ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસે સારવાર હેઠળ રહેલા મેહુલની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે, મેહુલ હત્યાના ઈરાદે પત્નિ યોગીતાને હોટલ અતિથીમાં લઈ ગયો હતો. જ્યાં તેને પત્નિને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તે સમજવા માટે તૈયાર ના હતી. અને પત્નિએ પ્રેમ સબંધ છોડવાની ના પાડી હતી. જેથી મેહુલે યોગીતાની હત્યા કરી અને બાદમાં પોતે પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં મેહુલ હજી પણ સારવાર હેઠળ છે જ્યાં પોલીસ પહેરા સાથે તેની સારવાર ચાલી રહી છે. આરોપી મેહુલ હત્યા કરવા માટે સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલ હેન્ડલુમમાંથી ૧૦૮ રૂપિયામાં છરી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. ૮ વર્ષના દાંમ્પત્ય જીવન બાદ પત્નિના જીવનમાં પર પુરુષનો પ્રવેશ થતાં ખુનીખેલ ખેલાયો હતો. જાે કે પત્નિની હત્યા બાદ પતિ પણ હત્યાના ગુનામાં જેલના સળીયા પાછળ ધકેલાશે.