પતિએ પત્નીને જંગલમા લઇ જઇ ધારીયા વડે હત્યા કરી

પ્રતિકાત્મક
મોરવા હડફ, મોરવા હડફ તાલૂકાની કડાદરા ગામની યુવતીની તેના પતિએ ચારિત્ર્ય પર શંકા કરીને જંગલમા લઇ જઇ ધારીયા વડે યુવતીનુ ગળુ ધડથી અલગ કરીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના પિતાએ હત્યા કરનાર જમાઈ વિરૂધ્ધ મોરવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા આરોપી ની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એરંડી ગામે રહેતા શૈલેષભાઈ માલીવાડ તેમની પત્ની સંગીતાબેન માલીવાડ કડાદરા ગામે સાસરીમાં મહેમાન તરીકે આવ્યા હતા.અને તેઓ ત્રણ દિવસ કડાદરા ગામમા સાસરીમાં જ રોકાયા હતા.અને તેઓ રોકાયા બાદ ચોથા દિવસે શૈલેષભાઈ તેમની પત્ની સાથે એરંડી ગામે જવા રવાના થયા હતા.
પરંતુ તેઓ ઘરે ન પહોચતા શૈલેષભાઈના પિતા શકરાભાઈએ તેમના વેવાઈ ભારતસિંહને ફોન કરીને પુછ્યુ હતુ કે શૈલેષ કયા છે? ભારતસિંહે જણાવ્યુ હતુ કે જમાઇ અને દીકરી સવારના જ એરંડી આવા નીકળી ગયા છે.પણ સામેથી શકરાભાઈએ જણાવ્યુ કે તેઓ અહી આવ્યા નથી.આથી ભારતસિંહે જમાઈ શૈલેષના મોબાઈલ પર ફોન કરતા ફોન બંધ આવતો હતો.આથી બંને પતિ-પત્ની ગુમ થવાના મામલે પોલીસને પણ જાણ કરી હતી.
પોલીસે શૈલેષને શોધી કાઢીને પોલીસ સ્ટેશને લાવીઁને પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે મારી પત્ની સંગીતાની મહુલિયા ગામના જંગલમાં જઈને ધારીયા વડે ગળુ કાપી મોત નિપજાવ્યુ હતુ.લાશને જંગલવિસ્તારમા નાખી દીધી હતી.પોલીસે મહુલિયા વિસ્તારના જંગલમા જઇને મૃતક સંગીતાની લાશને શોધી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
પરિવારસભ્યોએ કપડા અને બાધા પરથી લાશને ઓળખી નાખી હતી.પત્ની સંગીતાના ચારિત્ર્યને લઇને હત્યા કરી દીધી હતી. મોરવા હડફ પોલીસે પતિ શૈલેષ માલીવાડ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.*