પતિએ પત્ની અને દીકરીની કસ્ટડી મેળવવા અરજી કરી
પતિ બૂટલેગર હોઈ પત્નીએ ઘર છોડ્યું
પતિએ પત્ની અને દીકરીની કસ્ટડી મેળવવા માટે અરજી કરીને પત્ની અને દીકરીને અન્ય શખ્સ ગોંધી રાખ્યાનું જણાવ્યું
અમદાવાદ,લગ્ન જીવન પછી પડતા ડખાનું સમાધાન ના આવતા આખરે લોકો ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવે છે, આમ થવાથી ઘણાં પારિવારીક વિવાદ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો બન્યો છે કે જેમાં પતિએ પત્ની અને દીકરીને પરત મેળવવા માટે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો અને આ કેસમાં પત્નીએ જ પતિનો ભાંડો ફોડ્યો છે. પતિએ પત્ની અને પુત્રી અન્ય વ્યક્તિની ગેરકાયદેસરની કસ્ટડીમમાં હોવાથી તેને મુક્ત કરાવવા માટે દાદ મામગતી રિટ દાખલ કરી હતી.
જાેકે, આ મામલે પત્નીએ પોતાની રજૂઆતમાં કહેલી વાત ચોંકાવનારી સાબિત થઈ રહી છે. પત્નીએ હાઈકોર્ટમાં પતિએ કરેલી હેબયસ કોર્પસ અરજી સામે એવી કેફિયત રજૂ કરી છે કે, “તે પોતાની ૧૨ વર્ષની દીકરી સાથે સ્વેચ્છાએ પતિનું ઘર છોડીને જતી રહી હતી, કારણ કે પતિ બુટલેગર છે અને તેના પર પાસા લાગેલો છે. આટલું જ નહીં તેણે હાલમાં અન્ય યુવતી સાથે ત્રીજા લગ્ન પણ કર્યા છે, આવામાં તે પોતાની દીકરીને લઈને પિયરમાં ચાલી રહી હતી.” આ કેસમાં પત્નીએ કરેલી રજૂઆતમાં હાઈકોર્ટ નોંધ્યું કે, અરજદારની પત્ની અને દીકરી કોઈની ગેરકાયદેસરની કસ્ટડીમાં હોય તેવો કેસ તો આ ચોક્કસ નથી લાગતો, અરજદારે ત્રીજી વખત લગ્ન કરવાનું નક્કી કરતા લગ્નસંબંધમાં તકરાર ઉભી થઈ હતી, અને જેના પગલે પત્ની ૧૨ વર્ષ દીકરી સાથે ઘર છોડ્યું.
જેથી અરજદારને હાઈકોર્ટ સમક્ષ કેસ કરવાનો અધિકાર નથી. પતિની બુટલેગિંગની પ્રવૃત્તિના લીધે પત્નીએ તેની સાથેનો સંબંધ આગળ નહીં વધારવાનો ર્નિણય કર્યો છે. જેથી હાઈકોર્ટમાં દાદ માગવાના બદલે પતિએ અન્ય કોર્ટમાં કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે.” બનાવની વિગતો એવી છે કે સુરતમાં અબ્દુલે તેની પત્ની શાયરા અને દીકરી મેહરુમ (ત્રણે નામ બદલ્યા છે)ની કસ્ટડી લેવા માટે હાઈકોર્ટમાં દાદ માગી હતી, જાેકે, શાયરા પહેલા અબ્દુલે એક લગ્ન કર્યા હતા અને તે પછી ફરી એક લગ્ન કરતા પત્નીએ તેનાથી છૂટા થવાનો ર્નિણય લીધો હતો. આવામાં અબ્દુલે પત્ની સંજુ (નામ બદલ્યું છે) નામના બુટલેગર સાથે દીકરીને લઈને જતી રહી હોવાનું કહીને તેની કસ્ટડી લેવા માટે માંગ કરી હતી.
આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પલસાણા પોલીસ સ્ટેશનમાં પત્નીએ નોંધાવેલું નિવેદન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. પતિના ત્રીજા લગ્ન બાદ એક ઘરમાં બધા સાથે રહેવું મુશ્કેલ હોવાથી પત્નીએ સુરત જવાનો ર્નિણય લીધો હતો. અહીં તે પોતાની માતા સાથે રહેવા લાગી હતી. પતિની પાસા હેઠળ ધરપકડ થયા બાદ તેણે જેલમાંથી પાંચ જેટલા નંબર આપ્યા હતા જેમાંથી એક નંબર સંજુનો પણ હતો, જેની સાથે શાયરા ભાગી ગઈ હોવાનો અબ્દુલે આક્ષેપ કર્યો હતો. જાેકે, સંજુએ એકાદવાર નાણાકીય મદદ કર્યા સિવાય તેની સાથે શાયરાનો કોઈ સંબંધ નથી. આ મામલે હાઈકોર્ટ કહ્યું કે આ ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યાનો કેસ નથી બનતો. જેથી અરજદારે હાઈકોર્ટમાં કેસ કરવાના બદલે આ મામલે કાયદાકીય વિકલ્પ મુજબ કાર્યવાહી કરવી જાેઈએ.SSS