પતિએ પત્ની અને દીકરીનું ગળું દબાવી મારી નાખ્યા
વડોદરા, વડોદરા શહેરમાં મહેંદી પેથાણીની સચિન દિક્ષિતે હત્યા કરી નાખી એ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં વધુ એક મહિલાનું શંકાસ્પદ મોત થયું હતું. શહેરના સમા વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય મહિલાનું તેની ૬ વર્ષની દીકરી સાથે શંકાસ્પદ મોત નીપજતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
બે માળના મકાનમાં ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી માતાપુત્રીના મોત બાદ મૃતક મહિલાના ભાઈએ હત્યાની આશંકા વ્યક્તિ કરી હતી. જાેકે, પોલીસ તપાસમાં આ મહિલા અને તેની પુત્રીની હત્યા તેના જ પતિ તેજસે કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેજસે પત્ની અને પુત્રીને ગળું દબાવી અને ઝેરી આપી મારી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે.
મૃતક મહિલાના ગળે ઈજાનું નિશાન જાેવા મળ્યા હતા. જાેકે, પોલીસના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં પણ પતિ જ હત્યારો નીકળ્યો છે. ૬ વર્ષના કાવ્યા અને તેની માતાની હત્યા પતિએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પતિએ ઝેર આપી અને મા-દીકરીને મોતને ઘાટ ઉતારી નાખ્યા છે.
મૃતક મહિલાના ભાઈએ આ મામલે કહ્યું હતું કે તેમની બહેનના ગળાના ભાગે ઈજાના નિશાન છે જે સૂચવે છે કે તેની હત્યા કરવામાં આવી છે. જાેકે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલાં કઈ પણ ટિપ્પણી કરુવાનું યોગ્ય માનતી નહોતી. આ મામલે સમા પોલીસ તપાસ ચલાવી રહી હતી.
મૃતક મહિલાના અને દીકરીના વિસેરા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. વડોદરાની આ ઘટના અંગે બનાવ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એસીપી ભરત રાઠોડે કહ્યું હતું કે ૬ વર્ષી દીકરીનું તેની માતા સાથે શંકાસ્પદ મોત થયું છે. મહિલા અને દીકરીનું પોસ્ટમોર્ટ થાય અને તેનો રિપોર્ટ આવે ત્યારબાદ જ કારણ અંગે કઈ પણ કહી શકાય.
પોલીસ પરિવાર અને સગાસંબંધીઓની પૂછપરછ કરી રહી છે. દરમિયાન પીએમ રિપોર્ટમાં ઝેરથી મોત થયું હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટના હત્યામાં પરિવર્તીત થઈ છે. ગુજરાતમાં મહિલાઓની પતિ દ્વારા જ હત્યા કરી નાખવાનો આ ત્રીજાે બનાવ ટૂંક સમયમાં નોંધાયો છે.
જુલાઈ-ઑગસ્ટમાં સ્વિટી પટેલની હત્યાનો કેસ ભારે ચગ્યો હતો જેમાં કરજણ પીઆઈ અને તેનો પતિ અજય દેસાઈ હત્યારો નીકળ્યો છે. તાજેતરમાં જ તરછોડાયા બાળક ‘સ્મિત’ના માતાપિતા શોધવા જતા પોલીસને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યાની કડી મળી હતી.
પાર્ટરન સચિને જ તેની હત્યા કરી નાખી હતી જ્યારે હવે વડોદરાના સમા વિસ્તારની માતાદીકરીને પતિએ જ ઝેર આપી અને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે.SSS