Western Times News

Gujarati News

પતિએ શ્રીફળ પધરાવવાના બહાને પત્નીને લઈ જઈ કૂવામાં ધક્કો માર્યો

બોટાદ: બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જીગનેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા પટેલ રહે.ગાંફ તા.ધોલેરા જી.અમદાવાદવાળાએ તા.૧/૪/૨૦૧૮ના રોજ ફરિયાદ લખાવી હતી કે તેમના બહેનના લગ્ન ધોલેરાના ભડીયાદ ગામે રહેતા જીતેન્દ્રભાઇ શાંતિભાઇ ખાવડીયા સાથે થયા છે અને જેઓને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે અને મારી બહેન આડી ન આવે તે માટે ઘરમાં નડતર છે એ દૂર કરવા ભભૂતિ આપી છે તેમ સમજાવી ઘેનની ટીકડીઓ ભૂકો કરી ખવડાવી સમઢીયાળા-૧ રોડે આવેલા કુવામાં શ્રીફળ પધરાવવાના બહાને લઇ જઇ કુવામાં ધક્કો મારી ફેકી દઇ હત્યા કરી હોવાની ફરિયાદ કરતા બોટાદ પોલીસ પી.એસ.આઇ. એમ.જે.સાગઠીયા ફરિયાદીની ફરીયાદ લઇ બોટાદ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાની પ્રાથમિક તપાસ પી.આઇ. એચ.આર.ગોસ્વામી કર્યા બાદ આગળની તપાસ પી.આઇ. જે.એમ સોલંકીએ કરી હતી જેમાં પોલીસ અધિક્ષક બોટાદ અને વિભાગીય પોલીસ અધિકારીએ માર્ગદર્શનથી ગુનાની તપાસમાં એફ.એસ.એલ. અધિકારી પંડ્યાએ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી હતી અને આ કામના આરોપી જીતેન્દ્રભાઇ શાંતિભાઇ ખાવડીયા (ઉ.વ.૩૬ રહે.બોટાદ)ને ઉપરોક્ત ગુનાના કામે અટકાયત કરી આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવાઓ મળતા કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કમીટ થયા બાદ અતુલકુમાર રાવલ પિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્જ જજની કોર્ટમાં પ્રાયોગિક અને સાંયોગીક પુરાવાઓની તપાસણી અને ખરાઇ થયા બાદ સરકારી વકીલ ઝાલા અને મકવાણાની દલીલોના અંતે તા.૨૨/૭/૨૧ ના રોજ કોર્ટ દ્વારા આખરી હુકમ કરવામાં આવ્યો હતો.

આ આરોપીને તમામ પુરાવાઓની ચકાસણી કરતાં દોષિત માની ૩૦૨ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ અને જાે દંડ નહી ભરે તો વધુ ૧ વર્ષની ની સાદી કેદ, અને ૧૭૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૬ માસની કેદની સજા અને રૂ.૨૦૦૦ દંડની સજા દંડની રકમ નહી ભરે કરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા કરવાની સજા ફટકારી હતી.

આંમ બોટાદ પોલીસની સચોટ ઉંડાણપુર્વકની તપાસ ઉપરી અધિકારીગણનુ માર્ગદર્શન, એફ.એસ.એલ. અધિકારીનું માર્ગદર્શન અને અભિપ્રાય, સરકારી વકીલની ધારદાર દલીલો, ઉપલબ્ધ સાંયોગિક, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે નામદાર સેશન્સ કોર્ટ, બોટાદના જજ એ.આઈ.રાવલે સજા ફટકારીને મરણ જનારને તથા ફરિયાદી પક્ષને ટુંકા ગાળામાં ન્યાય અપાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.