Western Times News

Gujarati News

પતિનાં મૃત્યુના આઘાત વચ્ચે સંતાનોની પણ જવાબદારી આવતા મહિલાએ સ્વમાનભેર જીવવા માટે કમર કસી

કેન્સરગ્રસ્ત પતિને બચાવવા પત્નિએ જાત ઘસી નાખી છતાં ચૂડી ને ચાંદલો નંદવાયો

મોરબી, કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી, જેની કસોટી કરે છે એની દશા સારી હોતી નથી. આ ઉક્તિ પ્રમાણે મોરબીના એક સામાન્ય પરિવારની એટલી હદે કસોટી કરી કે કેન્સરગ્રસ્ત પતિને છીનવી લીધા બાદ પત્ની આફતમાં મુકાઈ ગઈ, છતાં હવે ત્રણ સંતાનોના ઉજજવળ ભવિષ્ય માટે સ્વમાનભેર જીવન જીવવા કમર કસી છે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા વરિયાનગર શેરી નં.૧૧માં રહેતા ગટુભાઈ ઉર્ફે સંજયભાઈ કાંતિલાલ મકવાણા (ઉ.વ.૩પ) અને નિતાબેન (ઉ.વ.ર૮)ના લગ્નજીવનના મધુરબાગમાં પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરા રૂપી બે પુષ્પ ખીલ્યા છે.

ગટુભાઈ ઓછું ભણેલા, છતાં મજુરીકામ કરીને મહિને ૧પ-ર૦ હજારની કમાણી કરી પત્ની અને બે સંતાનનું સારી પેઠે ભરણપોષણ કરતા પરંતુ જાણે કુદરતને પણ ઈર્ષ્યા આવતા તેમની કસોટી ચાલુ કરી અને ગરીબ પરિવારની હસતી ખેલતી જિંદગી ઉજજડ બની ગઈ.

બન્યું એવું કે, ગટુભાઈને થોડા સમય પહેલા બ્લડ કેન્સરની બીમારી લાગુ પડી એન તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પત્ની નીતિબેનની સાથે તેમના સસરા અને પિયરજનો કોઈપણ ભોગે ગટુભાઈને સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરતા જ હતા, પણ લોહી વારંવાર ઉડી જતું અને કપરાકાળમાં લોહીની વ્યવસ્થા ન થતા ગટુભાઈની જીવનદીપ બુઝાઈ ગયો.

આ પરિવાર એટલી હદે આર્થિક રીતે સાધારણ છે કે, તમામ અંતિમવિધિ પણ જ્ઞાતિજનો અને સ્નેહીજનોની મદદથી કરવામાં આવી. વળી, પÂત્ન નીતાબેન પરથી દુઃખનું આભ તૂટી પડયુ. એક તો ઘરમાં કમાનાર કોઈ ન રહ્યું અને ઉપરથી પોતે ગર્ભવતી હોવાથી તાજેતરમાં તેમને પ્રસૂતિ થઈ અને ત્રીજા સંતાનરૂપે પુત્રનો જન્મ થયો.

હવે તેમના માથે ત્રણ સંતાનની જવાબદારી આવી પડી છે પરંતુ તેમણે પતિના મૃત્યુના આઘાત વચ્ચે હવે ત્રીજા સંતાનની પણ જવાબદારી આવા સ્વમાનભેર જીવવા માટે કમર કસી લીધી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.