પતિના ત્રાસથી કંટાળેલી મહીલાએ પિતાનાં ઘરે મોતને વહાલુ કર્યુ
અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં એક પરણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી મોતને વહાલુ કરતા સનસનાટી મચી ગઈ છે પતિ દ્વારા તરછોડી દેવામાં આવતા મહીલાને પગલુ ભરતા તેના પિતાએ પોલીસ ફરીયાદ નોધાવી છે.
મૃતકના પિતા કિશોરભાઈ સોલંકી રહે પંચ શ્લોક રેસીડેન્સી, ચાંદખેડા. ની દિકરી ભાગ્યશ્રી ઉર્ફે શીતલનાં લગ્ન કેટલાક વર્ષો પૂર્વે મૂળ પાટણના અને હાલમાં અશોકા આવાસ યોજના ન્યુ સીજી રોડ ચાંદખેડા ખાતે રહેતા જગદીશ ભાઈ ઉર્ફે હિતેશભાઈ સોલકી સાથે થયા હાત લ્ગન જીવન દરમિયાન તેમને એક પુત્રી પણ હતી ચારેક માસ અગાઉ ગદીશભાઈ ભાગ્યશ્રીબેન સાથે ઝઘડો કર્યો હતો બાદમા અવારનવાર બંને વચ્ચે તકરાર થતી હતી અને જગદીશભાઈ ભાગ્યશ્રીબેનને ગડદાપાટુનો માર મારી ઘરેથી કાઢી મુકતા અને છુટાછેટા આપવા દબાણ કરતા હતા તેમ છતા ભાગ્યશ્રીબેન પોતાનો પરીવાર બચાવવા ત્રાસ સહન કર્યો જતા હતા.
દરમિયાન થોડા દિવસ અગાઉ પતિએ ફરીથી ઝઘડો કરી તલાક આપાવનું દબાણ કરીને મરવુ હોય તો મરી જા કહેતા ભાગ્યશ્રીબેન પોતાના માતા પિતાના ઘરે આવી ગયા હતા જ્યા ઘરે માતા સિવાય કોઈન હતુ એ સમયે એક રૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.