પતિની ગેરહાજરીમાં નતાશા સ્ટેનકોવિકે જેઠ-જેઠાણી સાથે કરી પાર્ટી
મુંબઈ, હાર્દિક પંડ્યાની ક્રિકેટ ટુરમાં પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરો અગસ્ત્ય હંમેશા તેની સાથે રહે છે. જાે કે, આ વખતે જ્યારે ભારતની સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ હતી તે વખતે નતાશા અને અગસ્ત્ય તેની સાથે ગયા નહોતા. પરંતુ, પતિની ગેરહાજરીમાં તેણે પરિવારના સભ્યો સાથે પાર્ટી જરૂરથી કરી હતી.
નતાશા સ્ટેનકોવિકનું હાર્દિક પંડ્યાના ભાઈ-ભાભી કૃણાલ પંડ્યા અને પંખુડી શર્મા સાથેનું બોન્ડિંગ જાણીતું છે. ક્રિકેટર જ્યારે પ્રોફેશનલ ડ્યૂટી નિભાવવામાં વ્યસ્ત હતો ત્યારે નતાશાએ જેઠ-જેઠાણી અને અન્ય મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેની તસવીરો તેણે જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં, નતાશા સ્ટેનકોવિક વ્હાઈટ ક્રોપ ટોપ અને બેઝ કલરના પેન્ટમાં જાેવા મળી રહી છે, તેણે આ સાથે મેચિંગ શૂઝ અને ગોગલ્સ પહેર્યા છે. આ સિવાય હાથમાં પ્રિન્ટેડ પર્સ પણ જાેવા મળી રહ્યું છે. બે ચોટલી લઈને તેણે લૂકને પૂરો કર્યો છે.
View this post on Instagram
ઓવરઓલ લૂકમાં તે પ્રીટી લાગી રહી છે. આ જ પોસ્ટમાં તેણે જેઠાણી પંખુરી સાથેની પણ એક તસવીર શેર કરી છે, બંનેને એકદમ ચિલ મૂડમાં જાેઈ શકાય છે. અન્ય જે તસવીર છે તે લિફ્ટમાં લીધેલી છે, જેમાં નતાશા, કૃણાલ અને પંખુડીની સાથે અન્ય મિત્રો પણ છે. તેણે એક વીડિયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં કોઈ ઈંગ્લિશ સોન્ગ પર તે ડાન્સ કરતી જાેવા મળી રહી છે.
પત્ની નતાશાની તસવીરો હાર્દિક પંડ્યાને પસંદ આવી છે અને પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય પંખુડીએ રેડ હાર્ટ ઈમોજી અને કૃણાલે ફાયર અને રેડ હાર્ટ ઈમોજી કોમેન્ટમાં મૂક્યું છે. નતાશાના ફેન્સ પણ તસવીર પર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
બે-ત્રણ દિવસ પહેલા નતાશા સ્ટેનકોવિકે તેના ફોનમાં ક્રિએટ થયેલા મેમરી વીડિયોને શેર કર્યો હતો. જેમાં તેની હાર્દિક પંડ્યા, અગસ્ત્ય અને તેની શ્રેષ્ઠ ક્ષણો જાેવા મળી હતી.SS1MS