પતિનું કોરોનાથી મોત થતા પત્નીએ બે બાળકો સાથે આપઘાત કર્યો
બેગ્લોર, બેંગ્લોરના પ્રકૃતિ લે-આઉટ વિસ્તારમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હતું. ઘરના મોભીનું મોત થયા બાદ તેમની પત્નીએ ૧૫ વર્ષના દીકરા અને ૬ વર્ષની દીકરીની સાથે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનારની ઓળખ ૪૦ વર્ષની વસંતા, ૧૫ વર્ષના યશવંત અને ૬ વર્ષની નીશ્વિકા તરીકે થઇ હતી. વસંતાએ ગત વર્ષે તેના પતિ પ્રસન્ના કુમારને કોરોનાની મહામારીના કારણે ગુમાવ્યો હતો. તે મ્સ્ઝ્ર બસમાં ડ્રાઈવર અને કંડકરની નોકરી કરતો હતો.
શુક્રવારે રાત્રે વસંતાના ભાઈએ બહેનને ફોન કર્યો હતો. પણ વસંતાએ ફોન ઉઠાવ્યો નહોતો. તેથી તે બહેનના ઘરે આવ્યો હતો અને ઘરે તેને બહેન અને બાળકોના મૃતદેહ જાેયા હતા. તેથી તેને તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી ત્યારે તેમને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં વસંતાએ જણાવ્યું હતું કે, પતિ પ્રસન્ના કુમારના અવસાન પછી તેમનું જીવન કેવી રીતે બદલાય ગયું.
વસંતાએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારા માટે પતિને ભૂલવો અને જીવનમાં આગળ વધવું શક્ય નથી. તેમના વગર હું જીવિત છું પણ પણ ખાલી માંસ અને લોહી સાથે. મેં મારા સવાલોના જવાબ શોધવાના ઘણા પ્રયાસ કર્યા, પણ હું તેના જવાબ શોધવામાં સક્ષમ નથી. કોઈને પણ મારા છોકરીઓની ચિંતા નથી. કોઈ એવું નથી કે તે મારા બાળકોને થોડો સ્નેહ આપી શકે. અમે આ ખરાબ દુનિયામાં રહેવા માગતા નથી.
મારા પર બાળકોની જવાબદારી અને દેવું હતું. અમારું સ્વામિત્વ વાળું ઘર વેંચીને દેવું ચૂકતે કરી શકાય તેમ હતું. જીવનમાં ખાલી પૈસા જ મહત્ત્વ નથી ધરાવતા. મારા સગા-સંબંધીઓ વાતો કરે છે કે, પતિ વગર જીવન જીવવામાં કોઈ સમસ્યા નથી. પણ મારા પતિના મૃત્યુ પછી આ સહેલું નથી. જાે અમને થોડો પણ પ્રેમ અને સ્નેહ મળ્યો હોત તો અમે આ પગલું ન ભરત.
પોલીસે જણાવ્યું છે કે, વસંતા ડીપ્રેશનમાં હતી. તેથી વસંતાના ભાઈએ તેની માતા તાયવ્વાને દીકરી પાસે રહેવા મોકલી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વસંતાએ તેમના સંતાનોને કહ્યું હતું કે, તે તેમને પિતાની પાસે લઇ જશે. આ વાતનો ઉલ્લેખ પણ તેને સ્યૂસાઈડ નોટમાં કર્યો હતો. વસંતા અને તેની દીકરી નીશ્વિકાનો મૃતદેહ એક સાથે લટકતો મળ્યો હતો અને તેના દીકરાનો મૃતદેહ અલગ લટકેલો મળ્યો હતો. હાલ તો આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.HS