પતિને ઘણી સ્ત્રીઓ સાથે આડા સંબંધ હોવાની શંકાને કારણે યુવતીએ કરી પોલિસ ફરિયાદ
ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં બે પરીણીતાઓની ફરીયાદ
(પ્રતિનિધિ) ભરૂચ, ઘણી વખત યુવકો લગ્ને લગ્ને કુવારા હોય અને પોતાની પત્નીને છોડી અન્ય સ્ત્રી ઉપર દાનત બગાડી પ્રેમાલાપમાં ભેરવાઈ જતા હોય છે. આવા જ બે દંપતિઓમાં પરિણીત પુરુષોને અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમ સંબંધ થઈ જતાં બન્ને મામલાઓ મહિલા પોલીસ મથકે પહોંચતા તેમજ એક પરિણીત પુરુષે તો ડ્રીમ ઈલેવન રમવા માટે પત્નીને પીયરમાંથી રૂપિયા લઈ આવવા કહી કાઢી મુકી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ મહિલા પોલીસ મથકમાં જંબુસર તાલુકાના દહેગામના કુંભાર ફળીયામાં રહેતી જયનીશાબેન પ્રજાપતિએ પોતાના પતિ અને સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેને આક્ષેપ કર્યો છે કે ગત ર૯/૦પ/ર૦ર૧ના રોજ કોસંબા માંગરોળ, સુરત ખાતે રહેતા અલ્પેશભાઈ પ્રજાપતિ સાથે સમાજના રીતી રીવાજ મુજબ લગ્ન થયા હતા
અને બન્નેનું જીવન શરૂઆતમાં સારૂ રહેતા બાળકીનો જન્મ પણ થયો હતો અને ફરીયાદી સાસરીમાં જ રહેતી હતી અને ફરીયાદી સાથે તેણીનો પતિ ઘણી સ્ત્રીઓ સાથે આડા સંબંધ હોવાની શંકા અને મોબાઈલમાં ડ્રીમ ઈલેવન રમવાનો શોખ હતો.
જેથી ફરીયાદીને વારંવાર પૈસાની માંગણી કરી અને પીયરમાંથી પૈસા મંગાવતો હતો અને ફરીયાદીએ ઘણી વખત પીયરમાંથી લાવીને રૂપિયા પણ આપ્યા છે.
પત્ની ખુદ નોકરી કરી જે રૂપિયા કમાતી તેમાથી પણ પતિને રૂપિયા આપતી હતી અને છતાં પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ત્રાસ ગુજારતો હતો. દીયર પણ દારૂના નશામાં આવી ફરીયાદીને કહેતો તું જમવાનું સારૂ નથી બનાવતી. નણંદ તથા સાસુ–સસરા પણ ઝઘડો કરતા અને સાસરીયાઓના ત્રાસથી આખરે પતિને ડ્રીમ ઈલેવન માટે સાસરીમાંથી પૈસા ન લાવી આપતા તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવા કારણે
પત્ની કાઢી મુકતા આખરે ફરીયાદીએ પતિ અને સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં દહેજ ધારા તથા ઘરેલુ હિંસા તેમજ ગાળો ભાડવા મુજબ ફરીયાદ નોંધાવતા પતિ અને સાસરીયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ એક મહિલા પોલીસ મથકમાં પણ પરિણીતાએ ફરીયાદ નોંધાવી છે.
જેમાં ફરીયાદી કુસુમબેન યુવરાજસિંહ પરમાર જુના તવરાનાઓએ પોતાના પતિ ઉપર ફરીયાદ નોધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે, ફરીયાદીના પતિ યુવરાજસિંહ પરમારને બે વર્ષથી અનિતા નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને અગાઉ પણ અનિતા સાથે ઘર છોડી પાવાગઢ, સારંગપુર ફરવા નિકળી ગયેલ
અને તે વેળા ગુમ થયાની ફરીયાદ ફરીયાદીના દીયરે આપી હતી અને છતાં પણ પતિ નહી સુધરતા ફરીયાદી પરિણીતાએ પતિને સુધારવા ૧૮૧ અભિયમ ટીમનો સહારો પણ લીધો હતો અને પતિ સુધરી જશે તેવી બાંહેધરી પણ આપી હતી.
૧૮૧ની ટીમની કાઉન્સીગ બાદ પણ પતિ નહિ સુધરતા અને ૦પ/૦૩/ર૦ર૪ના રોજ પતિ તેની પ્રેમીકા અનિતા સાથે બાથરૂમમાં બેસીને ફોન ઉપર વાત કરતા પત્નીએ પતિને ટોકયા હતા અને ઉશ્કેરાયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી જમવાની થાળી ફરીયાદી ઉપર ફેંકી હું અનિતાને જ રાખવાનો છું.તુ મારી ઉપર ભુવા જાગરીયા કરાવે છે.
તેમ કહી પત્ની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આખરે પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બન્ને મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં બન્ને પતિઓને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થવાના કારણે લગ્ન જીવન તુટવાના આરે આવી ગયા છે.પરંતુ બન્ને દંપતિના લગ્ન જીવનમાં સંતાનો છે.ત્યારે આ સંતાનોનો શું વાંક.