પતિને મિસ કરી રહેલી સોનમ કપૂરે શેર કરી તસવીર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/SONAM-ANAND.jpg)
કપલ આવતા મહિને મમ્મી-પપ્પા બનવાના છે
સોનમ કપૂરે જે તસવીર શેર કરી છે, તેમાં તેણે અને આનંદે બ્લેક આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે, બંનેએ ગોગલ્સ પહેરીને રાખ્યા છે
મુંબઈ, સોનમ કપૂર અને આનંદ આહુજા સાતમા આસમાને છે, કારણ કે તેઓ ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવાના છે. કપલ હાલ તેમના જીવનના સૌથી ખાસ તબક્કાને એન્જાેય કરી રહ્યું છે. આ દરમિયાન સોનમ કપૂર સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જાેવા મળી રહી છે અને તે પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે, જેમાં તેનો પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ સાથેની સુંદર તસવીર શેર કરી હતી અને સાથે જ તેને મિસ કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આનંદે પણ સોનમની પોસ્ટ પર ‘ક્યૂટ’ કોમેન્ટ કરી હતી. સોનમ કપૂરે જે તસવીર શેર કરી છે, તેમાં તેણે અને આનંદે બ્લેક આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે.
બંનેએ ગોગલ્સ પહેરીને રાખ્યા છે, તો એક્ટ્રેસ કેપમાં જાેવા મળી રહી છે. તસવીર તેમના કોઈ વેકેશન દરમિયાનની હોય તેમ લાગી રહ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘મારા પ્રિય વ્યક્તિને મિસ કરી રહી છું’. પોસ્ટ પર કોમેન્ટ કરતાં પતિએ લખ્યું છે ‘સૌથી અદ્દભુત ક્યૂટી પાઈ. સોનમ કપૂર મુંબઈ આવવાની હોવાનું કાકાએ કહ્યું હતું. સોનમ કપૂર મુંબઈમાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા તેના કાકા સંજય કપૂરે તે મુંબઈ આવવાની હોવાની એક્સક્લુઝિવ માહિતી આપી હતી.
View this post on Instagram
જાે કે, તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હોય તેવા કોઈ વીડિયો કે તસવીરો સામે આવી નથી. આ વર્ષના માર્ચમાં સોનમ કપૂર અને આનંદ આહુજાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું હતું ‘ચાર હાથ. જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય. જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે. એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. તારા આગમનની રાહ નથી જાેઈ શકતાં’.
ગત મહિને લંડનમાં એક્ટ્રેસનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું. જેમાં બહેન રિયા કપૂર અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. જેની તસવીરો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સોનમ કપૂર ઓગસ્ટમાં બાળકને જન્મ આપવાની છે. ૨૦૧૮માં તેણે આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આશરે ત્રણ વર્ષ સુધી બંને એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. કપલની પહેલી મુલાકાત ૨૦૧૫માં થઈ હતી, જ્યાં એક્ટ્રેસ ફિલ્મને પ્રમોટ કરવા માટે ગઈ હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સોનમ કપૂર ‘બ્લાઈન્ડ’ નામની ફિલ્મમાં જાેવા મળશે. મહામારી દરમિયાન સ્કોટલેન્ડમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લે તે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે જાેવા મળી હતી.SS1