પતિનો હાથ પકડીને કરિશ્મા તન્નાએ ગૃહ પ્રવેશ કર્યો
મુંબઈ, બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ છે. કેટરિના કૈફ, રાજકુમાર રાવ, અંકિતા લોખંડે, મૌની રોય પછી કરિશ્મા તન્ના લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયા પર વિવિધ ફંક્શનની તસવીરો શેર કરી છે.
તમામ ફંક્શનમાં તે ઘણી સુંદર લાગી રહી છે. કરિશ્માએ નવા જીવનની શરુઆત કરી છે ત્યારે એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે તે સાસરીમાં પહેલી રસોઈની વિધિ માટે હલવો બનાવી રહી છે. તે હલવો બનાવીને પતિ વરુણ બંગેરાને ખવડાવે પણ છે. ઉલ્લેખનીય છે કે પાંચમી ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન થયા હતા. કરિશ્મા તન્નાએ હલવો બનાવ્યો, તેમાં કેસર વાળું દૂધ પણ નાંખ્યું.
ત્યારપછી કરિશ્મા અને વરુણે મળીને ભગવાનને ભોગ પણ ચઢાવ્યો. વીડિયોમાં જાેઈએ શકાય છે કે વરુણ બંગેરાએ પોતાની પત્નીને હલવો ખવડાવ્યો અને પછી કરિશ્માએ પણ વરુણને હલવો ખવડાવ્યો. કરિશ્માએ કેપ્શનમાં લખ્યું કે, પહેલી રસોઈ, કંઈક મીઠું થઈ જાય. લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે. આ પોસ્ટ પર સૌથી મજાની પ્રતિક્રિયા ટેરેન્સ લુઈસે આપી છે.
ટેરેન્સે લખ્યું કે, હું બાજુમાં જ રહુ છું, ક્યારેક યાદ કરી લેજાે. આ પરથી લાગી રહ્યું છે કે, ટેરેન્સ લુઈસ વરુણ બંગેરાનો પાડોશી હશે. આ પહેલા કરિશ્મા તન્નાના ગૃહ પ્રવેશનો વીડિયો પણ સામે આવ્યો હતો. કરિશ્મા પતિ વરુણનો હાથ પકડીને ઘરમાં પ્રવેશ કરે છે અને વરુણના માતાએ આરતી કરીને તેમનું સ્વાગત કર્યું.
ગૃહ પ્રવેશ વખતે કરિશ્માએ ગુલાબી રંગની કાંજિવરમની સાડી પહેરી હતી અને વરુણે પીળા રંગનો કુરતો પહેર્યો હતો. બન્ને ખૂબ સારા લાગી રહ્યા હતા. વરુણના માતાએ પહેલા બન્નેને તિલક કર્યું અને પછી કરિશ્મા જમણો પગ અંદર મૂકીને પ્રવેશ કરે છે.
ત્યારપછી વરુણ બંગેરાના માતાએ કરિશ્માને શુકન તરીકે ભેટ પણ આપી અને ખૂબ પ્રેમ વરસાવ્યો. ગુલાબી કાંજીવરમ ગાડી, હાથમાં મહેંદી, માંગમાં સિંદૂર, ભારે ઘરેણાંમાં કરિશ્મા બિલકુલ નવી નવેલી દુલ્હન જેવી લાગી રહી હતી.SSS