પતિ ,અને માતા ના મૃત્યુ બાદ હવે પત્ની ની પણ લાશ મળી.
નોઇડા: નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર -૨૦ વિસ્તારનો એક કેસ સામે આવ્યો છે. જ્યાં સેક્ટર -૧૯ માં તેના મકાનમાં ૬૧ વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી.
ખબર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રારંભિક તપાસમાં પોલીસે જણાવ્યું છે કે મહિલા માનસિક તાણમાં હતી અને એક દિવસ પહેલા જ તેની માતાનું મોત નીપજ્યું હતું., રવિવારે તેમના મકાનમાં નોઈડાના સેક્ટર -૧૯ ના સી-બ્લોકમાં રહેતી ૬૧ વર્ષીય મહિલા મધુ ગોલાણીની ડેડબોડી મળી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાની માતાનું એક દિવસ પહેલા જ અવસાન થયું હતું, જેના કારણેમહિલા તણાવમાં હતી.હાલમાં પોલીસ મધુ ગોલાનીના મોતનું કારણ શોધવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાેઇ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાય છે. અગાઉ મહિલાના પતિનું પણ મોત નીપજ્યું હતું.
એટલે કે, એક જ મકાનમાં પહેલા મહિલાના પતિનું મોત નીપજ્યું, પછી તેની માતા અને હવે તે સ્ત્રી (મધુ ગોલાણી) પોતે જ મરી ગઈ. હાલમાં એક પછી એક મોતથી રહસ્ય ઘેરાઈ ગયું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, ટૂંક સમયમાં જ કેસની સાચી માહિતી જાહેર કરી શકાય છે.