પતિ દારૂના ધૂત રહેતા તેની પત્નીએ બે માસુમ બાળકો સાથે દવા ગટગટાવી
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર દારૂનું દુષણ અટકાવવા સતત દોડાદોડી કરતુ હોય અને જિલ્લામાં સતત આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હોવા છતાં જીલ્લામાં દેશી દારૂનું દુષણ અટકાવવું પોલીસતંત્ર માટે દોહેલું બન્યું છે
બાયડ તાલુકાના વાત્રક ગઢ ગામમાં દારૂના દુષણે એક પરીવારનો માળો વિખેરી નાખ્યો હતો પતિ સતત દારૂના નશામાં ચકનાચૂર રહેતા અને ત્રાસ આપતા મહિલાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા. હતા જેમાં ૬ વર્ષીય બાળકનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી દારૂના દુષણે મહિલાને આપઘાત કરવા મજબુર કરતા બાયડ પોલીસ સહીત જીલ્લા પોલીસ દોડતી થઇ હતી
બાયડ તાલુકાના વાત્રક ગઢની આશાબેન નામની મહિલાએ તેના દારૂડિયા પતિના ત્રાસથી ત્રણ દીવસ અગાઉ આઠ વર્ષીય પુત્રી પારુલ અને છ વર્ષીય પુત્ર યુવરાજ ડાભી સાથે ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણે તરફડીયા મારતા પરિવારે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જેમાં માતા અને પુત્રીનો બચાવ થયો હતો
જયારે ૬ વર્ષીય પુત્ર યુવરાજને ઝેરી દવાની અસર શરીરમાં વ્યાપી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે માતા વિરુદ્ધ પુત્રને ઝેરી દેવા પીવડાવવા મામલે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આશાબેન ડાભી નામની મહિલા અને તેના પતિ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. મહિલાનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાની સાથે અસહ્ય ત્રાસ આપતો હોવાથી દારૂડિયા પતિથી પીછો છોડાવવા મહિલાએ તેના બે સંતાનો સાથે દુનિયાને અલવિદા કહેવાનું જાણે નક્કી કરી લીધું હોય તેમ પોતાના બે સંતાનોને ઝેર આપીને પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું.