પતિ દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળી આવતા ચકચાર

Files Photo
નવી દિલ્હી: આપદાને અવસર શોધવાને કદાચ આને કહી શકીએ ૨૪ જુલાઇના રોજ એક વ્યક્તિ મુંબઇના વાશીથી ગુમ થયો હતો. આ પહેલાં તેણે પોતાની પત્નીને જણાવ્યું કે તે કોરોના પોઝિટિવ છે. લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી છે. તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. આ વાતની જાણકારી શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે આપી છે.
એક પરણિત યુવક મનીષ મિશ્રાની નવી મુંબઇની પોલીસે ઇન્દોરથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે નવી મુંબઇના તલોજાનોરહેવાસી છે. મનીષ ૨૪ જુલાઇના રોજ કામ પર જવા માટે ઘરેથી નિકળ્યો હતો. તે રાત્રે લગભગ ૧૦ઃ૩૦ વાગે તેને પત્નીને ફોન કરીને કહ્યું કે તેને કોરોના થઇ ગયો છે. મનીષે કહ્યું કે કોરોનાના કારણે હવે તેની બચવાની આશા નથી. આટલું કહીને મનીષે મોબાઇલ બંધ કરી દીધો હતો.
ત્યારબાદ તેની બાઇક વાશીના સેક્ટર ૧૭માં ખાડી પુલ પાસેથી મળી હતી. સાથે જ વોલેટ અને બેગ પણ મળી હતી. તેથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી છે. સ્વજને ૨૫ જુલાઇ ૨૦૨૦ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસે તેના મોબાઇલનું લોકેશન ટ્રેસ કર્યું તો તે ઇન્દોરના ભંવરકુવા વિસ્તારમાં હોવાના સમાચાર મળ્યા. ત્યાં તેની પ્રેમિકાનું ઘર છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.