Western Times News

Gujarati News

પતિ-પત્નિએ શાંતિથી રહેવું હોય તો ઘરનાં નાનાં વિવાદોને મોટું સ્વરૂપ ન આપવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

પ્રતિકાત્મક

મહીલાનાં માતાપિતા, સગાં રાઈનો પહાડ બનાવતા હોય છેઃકોર્ટ -સહનશકિત, સમાધાન સુખી લગ્ન જીવનનો પાયો 

(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે લગ્નજીવન અંગે કાઉન્સેલરની જેમ દંપતીને સુચનો કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સહનશકિત સમાધાન અને સન્માન સુખી લગ્નજીવનનો પાયો છે. પતી પતીએ શાંતીથી જીવન વીતાવવા ક્ષુલ્ક કાજીયાઓને મોટું સ્વરૂપ આપવાનું ટાળવું જોઈએ. એક મહીલાએ પતી સામે કરેલા દહેજ સંબંધી હેરાનગતિના કેસમાં કોર્ટે આવી ટીપ્પણી કરી હતી.

“સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સહનશકિત, એડજસ્ટમેન્ટ અને પરસ્પર સન્માન સુખી લગ્નજીવનનો પાયો છે. દરેક લગ્નમાં અમુક અંશે એકબીજાની ભુલો ચલાવી લેવી જોઈએ. કારણ વગરના કજીયયાઓ, સામાન્ય બાબતોમાં મતભેદને મોટું સ્વરૂપ આપવાથી સંબંધોમાં કડવાશ ઉભી થાય છે.

કોર્ટે કેસની સુનાવણી વખતે પંજાબ અને હરીયાણા હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો. પતીએ હાઈકોર્ટમાં તેની સામે દાખલ કરાયેયલા ફોજદારી કેસ રદ કરવાની માંગણી કરી હતી. જેને હાઈકોર્ટ માન્ય રાખી ન હતી. જોકે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે ઘણી વખત કહયું છે કે પરીણીત મહીલાના માતાપિતા અને નજીકના સગાં સ્થિતીને થાળે પાડી લગ્ન બચાવવાને બદલે રાઈનો પહાડ બનાવતા હોય છે. તેમની હરકતોથી લગ્ન સંબંધોમાં કાયમી ભંગાણ ઉભું થાય છે. જજ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ જણાવ્યું હુતં કે મહીલા તેના માતાપિતા અને સંબંધીઓ સૌથી પહેલાં પોલીસમાં ફરીયાદનું વિચારે છે.

કોર્ટ દરેક કેસની વિગતોના અભ્યાસ પછી ચુકાદો આપે. છે. જેમાં પક્ષકારોની શારીરિક અને માનસીક સ્થિતી, ચારીત્ર્ય અને સામાજીક દરજજાને ધ્યાનમાં લેવાય છે. કોર્ટ ભારપુર્વક જણાવ્યું હુતં કે વધુ પડતો ટેકનીકલ અંતીસંવેદનશીલ અભિગમ લગ્ન માટે આફતરૂપ પુરવાર થાયય છે. લગ્ન સંબંધી વિવાદોને સૌથી મોટો ભોગ બાળકો બને છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. કે વિવાદને સાચવીને ઉકેલવાને બદલે ફોજદારી કાર્યવાહીને લીધે પસ્પર ધૃણા વધે છે. પતી અને તેના સગા દ્વારા મહીલા સાથે ક્રૂરતા અને હેરાનગતિના બનાવો પણ બને છે. જોકે તેનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. કોર્ટે લગ્નસંબધી વિવાદોમાં પોલીસનો ઉપયયોગ આખરી વિકલાંગ તરીકે કરવાની સલાહ આપી હતી.

પોલીસનો ઉપયોગ પતી કે તેના પરીવારના સભ્યોને ધમકી આપવા કે તેમના પર દબાણ વધારનાર થવો જોઈએ નહી. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે પત્ની દ્વારા સતામણી કે ગેરવતુણુંકની ફરીયાદના તમામ કેસમાં આઈપીસીની કલમ ૪૯૮એ યંત્રવત રીતે લાગુ કરવાનું ટાળવું જોઈએ લગ્નમાં પરસ્પર ઝઘડો ઉભો કરવાની દરેક બાબતને ક્રૂરતા ગણી શકાય નહી. પતી અને પત્ની વચ્ચે રોજીંદા જીવનમાં થતા કજીયા પણ ક્રૂરતા ગણાય નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.