પતિ પત્નીના મોબાઈલમાંથી મિત્રને મેસેજ કરીને પત્ની પર શંકા કરતો.
સુરત પતિ પત્ની ઔર વો
કોરા કાગળ પર સહી કરાવ્યા બાદ છુટાછેડા માટે પતિ દબાણ કરતો હતો, જેને લઇને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરત,શહેરમાં પતિ પત્ની ઔર વોની વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં રહેતો યુવાન પરસ્ત્રીના પ્રેમમાં એટલો અંધ બની ગયો હતો કે, પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. પત્ની તથા પુત્રને ઘરની બહાર કાઢી મુકી કોરા કાગળ ઉપર પત્નીને છૂટાછેડા માંગતા પત્નીએ પતિ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં મહિલા અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ વધી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૦૫માં કલ્પેશભાઈ શાહ સાથે થયા હતા. તો તેના માતા-પિતા સાથે મનમેળ નહીં હોવાથી ચોથા દિવસે પિતાના જૂના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.
લગ્નને એકાદ મહિના સુધી પતિ-પત્ની વચ્ચે મનમેળ હતો. પરંતુ ત્યારબાદ કલ્પેશ પરિણીતા પર ચારિત્ર્ય અંગે શંકા રાખી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. મકાનના ભાડુઆત સાથે ઉપરાંત મોબાઇલથી પોતાના જ મિત્રોને મેસેજ કરી તેમની સાથે પણ સંબંધ હોવાના ખોટા આક્ષેપ કરતો હતો. પોતે નોકરી પર જાય ત્યારે પરિણીતાને ઘરમાં ગોંધી રાખતો. આ સાથે તે વોચમેનને કહીને જતો કે, પરિણીતા નીચે ઉતરે નહીં, તેને કોણ મળવા આવે છે તેનું ધ્યાન રાખજે.sss