પતિ પત્ની લગ્ન જીવનમાં એક દિવસ પણ સાથે ન રહ્યાઃ કોર્ટે લગ્નને ખતમ કર્યા

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પરણિત યુગલો માટે ઘણી મહત્ત્વની વ્યવસ્થા આપી છે. કોર્ટની ઘણી ટીપ્પણીઓ નીચલી કોર્ટમાં ર્નિણયના આધાર પર બને છે. ઘરેલુ હિંસા સાથે જાેડાયેલા કેસ હોય કે છૂટાછેડાની અરજીઓ, સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓ આવતી રહે છે. સુપ્રીમ કોર્ટે એક એવા લગ્નને ખતમ માન્યા જેમાં બે દશકથી દંપત્તિ સાથે જ નહોતી રહેતી. લગ્ન બાદ પતિ-પત્ની એક દિવસ પણ સાથે ન રહ્યા. કોર્ટને એમ લાગે છે કે આ બાબત ટેક ઓફ પહેલા જ ક્રેશ લેન્ડિંગ થઈ ગઈ.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં છૂટાછેડાની મંજૂરી આપતા કહ્યું હતું કે અનુચ્છેદ ૧૪૨ હેઠળ લગ્નને ખતમ માની શકાય છે. સંજય કિશન કોલ અને ઋષિકેશ રોયની ખંડપીઠે જાણ્યું કે વર્ષ ૨૦૦૨મા થયેલા લગ્નને બચાવવા માટે બધા પ્રયત્ન નિષ્ફળ સાબિત થયા.
એમ લાગે છે કે ટેક ઓફની સ્થિતિ પહેલાથી જ ક્રેશ લેન્ડિંગ થઈ ગઇ. સહેયક પ્રૉફેસરના રૂપમાં કામ કરનારા પતિએ કોર્ટને જણાવ્યું કે કઈ પરિસ્થિતિઓમાં એમ થયું. પતિએ કહ્યું કે તેની પત્નીએ લગ્નની રાતે તેને કહ્યું હતું કે તેની મરજી વિના લગ્ન થયા છે એટલે તે જઈ રહી છે.
કોર્ટે જાેયું કે મહિલાનું વર્તન સારું નહોતું, તેણે પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘણા કેસ દાખલ કર્યા અને પતિ વિરુદ્ધ કૉલેજ અધિકારીઓ સુધી પણ પહોંચી અને પતિ વિરુદ્ધ અનુશાસનાત્મક પગલાં ઉઠાવવાની માગણી કરી. એ એક રીતેનું ક્રૂર વર્તન માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે મુખ્ય વાત એ છે કે લગ્ન શરૂઆતથી જ નિષ્ફળ રહ્યા છે. તેમાં લગ્ન જેવુ કશું જ નહોતું અને પતિ-પત્ની લાંબા સમયથી સાથે પણ રહેતા નહોતા. બંને એક દિવસ માટે પણ સાથે ન રહ્યા.
લગભગ ૨૦ વર્ષ સુધી બંને અલગ અલગ રહ્યા. હિન્દુ કાયદા મુજબ લગ્ન બે આત્માઓનું મિલન છે. છૂટાછેડાને ભારતીય સમાજ સરળતાથી સ્વીકારતો નથી. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે સાધારણ મિલનથી ઘણું વધારે છે અને એક સામાજિક સંસ્થાના રૂપમાં પણ લગ્નના કાયદાકીય, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રભાવ હોય છે. ભારતમાં એક સામાજિક સંસ્થાના રૂપમાં લગ્નના અત્યાધિક મહત્ત્વને જાેતા સમાજ છૂટાછેડાનો સ્વીકાર કરતો નથી કે ઓછામાં ઓછા છૂટા છેડા બાદ મહિલાઓ માટે સામાજિક સ્વીકૃતિ બનાવી રાખવી ખૂબ મુશ્કેલ છે.HS