પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો પતિએ પોતાની એક વર્ષની દીકરીને બીજા માળેથી ફેંકી દીધી
સુરત: સુરતમાં મગજ હચમચાવી નાખે તેવી પિતાની ક્રરતા સામે આવી છે પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરકે સુવડાવીને પિયર જતી રહી હતી જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનની બીજા માળેથી ફેંકી દીધી બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જાે કે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સાલબતપુરા વિસ્તારમાં આવેલા મન દરવાજાની વસાહત ખાતે રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે આંખ મળી ગઇ હતી પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જઇને શિરડી ખાતે લગ્ન કર્યા હતાં જાે કે પહેલા તો લગન જીવન ખુબ સારૂ ચાલતુ હતું થોડા સમય બાદ સુષ્માને ભાવિને બહુ ત્રાસ આપ્યો હતો તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકા કરતો હતો આ દંપતીને પુત્રી ઉપરાંત એક દીકરો પણ છે લોકડાઉન બાદ ભાવિન બેકાર થઇ ગયો હતો અને દરરોજ સુષ્માને માર મારી ત્રાસ આપતો હતો.
ગતરોજ પણ બેકાર ભાવિને સુષ્માએ કામ કરવાનું કહેતા પત્ની સાથે ઝઘડો કરીને તેને માર મારવા લાગ્યો જેથી સુષ્માએ તેની વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી જાે કે આ વાતનો ગુસ્સો આવતા ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી જેને લઇને બાળકીને ગંભીર ઇજા થવા પામી હતી જાે કે બાળકીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જયાં તબીબોના જણાવ્યા અનુસાર બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઇ છે
તેથી જમણી બાજુ અડધુ અંગ ઓછું કામ કરે છે આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે. જાે કે માતા સુષ્માએ બાળકીના પિતા વિરૂધ્ધ બાળકીની હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પિતાની ધરપકડ માટે પ્રયાસો શરૂ કર્યા છે.