પતિ રિતેશથી અલગ થયાના ૪ મહિના બાદ પ્રેમમાં પડી રાખી
મુંબઈ, મનોરંજનની દુનિયામાં સૌથી ચર્ચામાં રહેતી સેલિબ્રિટીઝમાં રાખી સાવંતનું નામ ચોક્કસથી આવે. રાખી સાવંતના જીવનમાં ફરી એકવાર પ્રેમ આવ્યો છે. ‘બિગ બોસ ૧૫’ બાદ પતિ રિતેશ સાથેનો રાખીનો સંબંધ તૂટી ગયો ત્યારે તેને નવો બોયફ્રેન્ડ મળી ગયો છે.
રાખીના નવા બોયફ્રેન્ડનું નામ આદિલ છે. રવિવારે રાખી સાવંત એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન મીડિયાના ફોટોગ્રાફર્સે આદિલનું નામ લેતાં જ રાખીએ તેની સાથે મુલાકાત કરાી દીધી.
રાખીએ આદિલને વિડીયો કૉલ કર્યો અને મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે તેમની વાત કરાવી હતી. આદિલ જ છે જેણે રાખી સાવંતને નવી BMW કાર ગિફ્ટ કરી છે. આ જ કારમાં આજકાલ રાખી ફરતી જાેવા મળે છે. બિગ બોસ ૧૫માં રાખી સાવંતે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. એ વખતે તેણે પહેલીવાર પતિ રિતેશનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો.
શો દરમિયાન જ રાખી અને રિતેશ વચ્ચેના મતભેદો, નારાજગી છતી થઈ હતી. રાખી પ્રત્યેના વર્તનના કારણે સલમાન ખાને પણ કેટલીયવાર રિતેશને ઠપકો આપ્યો હતો. શોમાંથી બહાર આવ્યાના થોડા જ દિવસમાં રાખી સાવંતે પતિ રિતેશથી અલગ થવાની જાહેરાત કરી હતી. સાથે જ એ પણ જણાવ્યું હતું કે, રિતેશ પહેલાથી પરિણીત છે અને તેણે પહેલી પત્ની પાસેથી ડિવોર્સ નથી લીધા જેના લીધે સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે.
રાખી અને રિતેશ અલગ થઈ ગયા છે ત્યારે હજી પણ કેટલાય લોકોનું કહેવું છે કે, તેમના લગ્ન જૂઠ્ઠાણું માત્ર હતું. રિતેશથી અલગ થયા બાદ રાખી કેટલીયવાર મીડિયા સામે રડતી જાેવા મળી હતી. પરંતુ રાખી હવે આગળ વધી ગઈ છે. રવિવારે એક કાર્યક્રમમાં પહોંચેલી રાખીએ પોતાના નવા બોયફ્રેન્ડની મુલાકાત વિડીયો કૉલ દ્વારા કરાવી હતી. આ દરમિયાન તે ખુશ અને ઉત્સાહિત જણાતી હતી.
રાખી જનતાને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે તો તેની સામે પબ્લિક પણ તેને પ્રેમ આપે છે. એવામાં આજકાલ રાખી અને તેના નવા બોયફ્રેન્ડ આદિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ પહેલા રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેણે પોતે સિંગલ ના હોવાનો ખુલાસો કર્યો હતો. રાખીએ આદિલ નામના વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોવાની વાત કહી હતી.
મીડિયાના ફોટોગ્રાફર્સે રાખીને પૂછ્યું હતું કે, શું તે ‘બિગ બોસ’ની આગામી સીઝનમાં બોયફ્રેન્ડ આદિલ સાથે જાેવા મળશે? તેણે જવાબ આપ્યો હતો કે, આદિલ સ્વીટહાર્ટ છે અને જનતા ઈચ્છશે તો આમ પણ થશે. ગત મહિનાથી રાખી સાવંત મ્સ્ઉ કારમાં ફરતી જાેવા મળે છે. રાખીએ ખુલાસો કર્યો છે કે તેને આ મોંઘી કાર તેના બોયફ્રેન્ડ આદિલે ગિફ્ટ કરી છે.
રાખીએ કહ્યું- મારા સ્વીટહાર્ટે મને આ ગિફ્ટ આપી છે. રાખીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે, ‘આદિલ, આઈ લવ યુ. મને જીવનમાં પહેલીવાર કોઈએ સાચો પ્રેમ કર્યો હોય તો તે આદિલ છે.SS1MS