પતિ વિકી સાથે કેટરિનાએ શેર કરી રોમેન્ટિક સેલ્ફી
મુંબઇ, વિકી કૌશલ અને કેટરિના કૈફ પરણ્યા ત્યારથી એકબીજાની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે. ક્યારેક લગ્નના પ્રસંગોની તો ક્યારેક કોઈ વેકેશનની તો ક્યારેક સાથે ઉજવેલા તહેવારની. તેમની તસવીરો જાેઈને ફેન્સનો દિવસ સુધરી જાય છે. બુધવારે સવારે કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર પતિ વિકી સાથેની બે સેલ્ફી શેર કરી છે. જેમાં કેટરિના વિકીના ખભા પર માથું રાખીને બેઠેલી જાેવા મળે છે.
કપલની આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમનો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. તસવીરોમાં જાેઈ શકો છો કે, વિકી અને કેટરિનાએ કૂલ સનગ્લાસિસ પહેર્યા છે. વ્હાઈટ કોટન શર્ટમાં વિકી એકદમ હેન્ડસમ લાગતો હતો. એક ફોટોમાં કેટરિના અને વિકીનો ગંભીર ચહેરો જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં તેઓ કેમેરા સામે સ્માઈલ કરી રહ્યા છે.
કેટરિનાએ આ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘સોરી, મને ઊંઘ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના અફેરની ચર્ચા છેલ્લા બે વર્ષથી હતી પરંતુ લગ્નના દિવસ સુધી કપલે જાહેરમાં ક્યારેય પોતાનો સંબંધ નહોતો સ્વીકાર્યો. ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ વિકી-કેટરિનાએ રાજસ્થાનમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટૂંકા હનીમૂન માટે તેઓ માલદીવ્સ ગયા હતા.
કેટરિના અને વિકી અવારનવાર એકબીજા સાથે રોમેન્ટિક ફોટોઝ શેર કરતાં રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફે વિજય સેતુપતિ સાથે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ સિવાય કેટરિના સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ‘ટાઈગર ૩’માં પણ જાેવા મળશે.
થોડા દિવસ પહેલા જ ફિલ્મનું દિલ્હીનું શૂટિંગ શિડ્યુલ પૂરું થયું છે. આ ફિલ્મ ઈદ ૨૦૨૩ પર રિલીઝ થવાની છે. આ સિવાય કેટરિના સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં દેખાશે. વિકીની વાત કરીએ તો તે ‘ગોવિંદા નામ મેરા’ અને ‘સેમ બહાદુર’ તેમજ લક્ષ્મણ ઉતેકરની અનામી ફિલ્મ અને આનંદ તિવારીની અનામી ફિલ્મમાં દેખાશે.SSS