પતિ સાથે અંકિતાનો નવા ઘરમાં પ્રવેશ, પગલાં પાડ્યા
મુંબઈ, ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડેએ ગત સપ્તાહમાં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. વિકી જૈન અને અંકિતાના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. મહેંદી, પીઠી, સંગીત, રિસેપ્શન, પ્રી-વેડિંગ જેવા અનેક ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. અંકિતા, તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને પરિવારના લોકોએ લગ્નમાં ખૂબ મજા કરી હતી.
લગ્ન પછી હવે આ દંપતીએ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો છે. અંકિતા લોખંડેએ અત્યાર સુધીના લગભગ તમામ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ગૃહ પ્રવેશ સેરેમનીનો પણ એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. અંકિતાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે અંકિતાએ બ્લુ કલરની સાડી પહેરી હતી અને વિકી જૈને ફોર્મલ કપડા પહેર્યા હતા. તેઓ પોતાના નવા ઘરની બહાર ઉભા હતા. તેમણે હળદરથી ભરેલી થાળીમાં હાથ નાખ્યા અને પછી દીવાલ પર થાપા માર્યા. અંકિતા અને વિકી બન્નેએ નવા ઘરની દિવાલ પર થાપા માર્યા.
ત્યારપછી વિકી જૈને અંકિતાના પગ પાસે તે થાળી મૂકી, જેથી અંકિતા ઘરમાં પ્રવેશ કરી શકે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, અંકિતા સાડીનો છેડો માથા પર રાખીને વિકી જૈન સાથે ઘરમાં પ્રવેશ કરે છે. નવી વહુ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ચોખાના કળશને પગથી પાડીને આગળ વધે છે. ત્યારપછી નવદંપતી અંકિતા અને વિકી ઘરના વડીલોના પગે લાગે છે અને તેમના આશિર્વાદ લે છે.
અંકિતા લોખંડેએ આ વીડિયોની સાથે લખ્યું છે કે, મિસ્ટર જૈન અને પરિવાર સાથે નવી શરુઆત. ઉલ્લેખનીય છે કે ૧૯મી ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડેએ ૩૭મા જન્મદિવસની ઉજવણી કરી. તેણે બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ૧૪મી ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.SSS