પતિ સાથે સંબંધ તૂટ્યો તો મહિલાએ ૬૦ વર્ષના સસરા સાથે લગ્ન કરી લીધા
વોશિંગ્ટન: અમેરિકામાં એક મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇને સસરા સાથે લગ્ન કરી લીધા.હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા ક્વિગે લગ્નમાં તેના સ્ટેપ ફાધર ઇન લૉ પણ આવ્યા હતા. આ મહિલાના લગ્ન ૧૯ વર્ષની ઉંમરમાં સ્થાનીય કારખાનામાં કામ કરતા જસ્ટિન સાથે થયા હતા.
લગ્ન બાદ બંનેને એક બાળક પણ થયુ હતુ પરંતુ વધતા ઝઘડાને કારણે ૨૦૧૧માં સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. આ દરમિયાન એરિકાને તેના સસરાનો સહારો મળ્યો. વર્ષ ૨૦૧૭માં એરિકા અને જસ્ટિસ વચ્ચે છૂટાછે઼ા થઇ ગયા હતા. જે બાદ સસરાએ લગ્નનો પ્રસ્તાવ એરિકાને આપ્યો. થોડા સમય બાદ બંને વચ્ચે ૨૯ વર્ષનું અંતર હોવા છતા લગ્ન કરી લીધા.
લગ્નના એક વર્ષની અંદર જ ૨૦૧૮માં મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. બંને બાળકો માતાની સાથે જ રહે છે. ઉંમરમાં અંતર હોવા છતાં આ કપલે પોતાના લગ્નને લઇને ખુશી જતાવી હતી. મહિલાએ કહ્યું કે હું જસ્ટિસની બહેન દ્વારા જ સસરાને ઓળખતી હતી. જ્યારે તેમણે મને સહારો આપ્યો ત્યારે મને એવુ ફીલ થયુ કે આ મારા સુખદુઃખના સાથી બની શકે છે.
મહિલાએ કહ્યું કે જેફનું દિલ હજુ પણ જવાન છે, હું તેમના કરતા વધારે ઘરડી લાગુ છચુ. એરિકાના પહેલા પતિ જસ્ટિસે પણ બીજા લગ્ન કરી લીધા છચે. આ બંને હવે પોતાના પહેલા દિકરાની કસ્ટડી પણ વહેંચે છે. આ બંને પરિવાર અલગ અલગ ઘરમાં રહે છે. મહિલાના પહેલા પતિએ કહ્યું કે હવે અમારી વચ્ચે બધુ સરખુ છે, કોઇ નફરત નથી. અમે અમારા દિકરાની વાત કરતા કરતા આગળ વધી ગયા છે. જેફે કહ્યું કે એરિકામાં તેને પોતાની પહેલી પત્ની દેખાય છે. તેણે કહ્યું કે અમે બંને એક બીજા સાથે ખુબ ખુશ છીએ. ઉંમરનું અંતર પણ અમને નથી નડતુ.