પતિ સૂરજ અને મિત્રો સાથે દુબઈની ટ્રિપ પર મૌની રોય

મુંબઇ, મૌની રોયએ ટેલિવિઝન અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પાવરફુલ એક્ટ્રેસિસમાંથી એક છે. એક્ટ્રેસ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા હેડલાઈન્સમાં રહે છે.
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં મૌની રોયે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા, ત્યારથી બંને તેમના સુખી લગ્નજીવનને માણી રહ્યા છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારે મલયાલી અને બંગાળી તેમ બે રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. તેમણે લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
લગ્ન બાદ બંને હનીમૂન માટે ‘ધરતીના સ્વર્ગ’ કાશ્મીર ગયા હતા. જ્યાંથી પણ એક્ટ્રેસે તસવીરો શેર કરી હતી. મૌની રોય અને સૂરજ નામ્બિયાર હાલ દુબઈમાં વેકેશન માણી રહ્યા છે, જ્યાં કેટલાક મિત્રો પણ તેમની સાથે જાેડાયા છે. મૌની રોયે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ સૂરજ સાથેની તસવીર શેર કરી છે. જેમાં તેઓ દરિયાકિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જાેવા મળી રહ્યા છે.
તસવીરમાં મૌની પતિના ખોળામાં બેસીને કેમેરા સામે પોઝ આપી રહી છે. તેણે ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેર્યું છે જ્યારે સૂરજ ડેનિમ અને વ્હાઈટ ટીશર્ટમાં જાેવા મળી રહ્યો છે.
તસવીરની સાથે લખ્યું છે ‘પરત ફરીને ખૂબ ખૂબ ખુશ છું’. બોલિવુડ પ્લેબેક સિંગર અને પર્ફોર્મર ખુશ્બૂ ગ્રેવાલે પણ મૌની રોય સાથેનો બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે એક્ટ્રેસને ‘ક્યૂટ’ કહી છે. સિંગર મનમીત સિંહ, જે મીત બ્રોસના નામથી પોપ્યુલર છે, તેણે પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૌની રોય અને સૂરજ નામ્બિયાર સાથેની તસવીરો શેર કરી છે.
તસવીરોમાં તેઓ દરિયાકિનારે બેસીને ચિલ કરતા જાેવા મળી રહ્યા છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગત અઠવાડિયે લગ્ન પહેલાની હોળી ઉજવી હતી. બંનેએ એકબીજાને રંગ લગાવતી તસવીરો શેર કરી હતી. એક્ટ્રેસે પતિના ગાલ તેમજ પગ પર પણ કલર લગાવ્યો હતો.
ફેન્સને હોળીની શુભકામના પાઠવતા મૌનીએ લખ્યું હતું ‘તમારું જીવન હંમેશા આનંદ, પ્રેમ અને હાસ્યથી ભરેલું રહે હેપ્પી હોળી’. હોળી સેલિબ્રેશન બાદ પ્રોફેશનલ કમિટમેન્ટ માટે એક્ટ્રેસ શ્રીલંકા ગઈ હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન અક્કિનેની લીડ રોલમાં છે.SSS