Western Times News

Gujarati News

પતિ ૩ દિન પત્ની સાથે અને ૩ દિન ગર્લફ્રેન્ડ સાથે રહેશે

રાંચી: ફિલ્મોમાં તો તમે પતિના ભાગલાની વાતો જાેઈ હશે પરંતુ હકીકતમાં આવું બનેલું ભાગ્યે જ જાેયું હશે. ઝારખંડના પાટનગર રાંચીમાં આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને પત્ની અને પ્રેમિકાએ પરસ્પર સમજૂતિથી વહેંચી લીધો. સમજૂતિ મુજબ આ વ્યક્તિ અઠવાડિયામાં ૩ દિવસ પત્ની સાથે અને ગર્લફ્રેન્ડ સાથે ૩ દિવસ પસાર કરશે.

જ્યારે એક દિવસ રજા લઈ શકશે અને તે પોતાની મરજી મુજબ જીવન જીવશે. વાત જાણે એમ છે કે ઝારખંડના પાટનગર રાંચીના કોકર તિરિલ રોડ પર રહેતા રાજેશ મહતો પરણિત હોવા છતાં એક યુવતી સાથે ભાગી ગયો. તેણે ગર્લફ્રેન્ડને પોતે પરણિત છે એવું જણાવ્યું નહતું. ત્યારબાદ તેની પહેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરી.

જ્યારે પ્રેમિકાના ઘરવાળાએ પણ અપહરણની ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસ રાજેશ અને તેની ગર્લફ્રેન્ડને પકડીને લાવી ત્યારે આ બધી વાતોનો ખુલાસો થયો. રાજેશ પરણિત હોવાનું બહાર આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડે પોલીસ સ્ટેશનમાં ખુબ હોબાળો કર્યો અને કહ્યું કે અમે તો લગ્ન કરી લીધા છે.

ત્યારબાદ પોલીસની હાજરીમાં ૩-૩ દિવસવાળું લેખિતમાં સમાધાન થયું. જાે કે આ ડીલ ગણતરીના દિવસોમાં જ તૂટી ગઈ અને બીજી પત્નીએ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવી એફઆઈઆર કરી. ત્યારબાદ હવે મામલો કોર્ટમાં પહોંચી ગયો અને પોલીસ રાજેશની ધરપકડ કરવા માટે પ્રયત્નમાં છે. કોર્ટ તરફથી વ્યક્તિનું ધરપકડ વોરન્ટ બહાર થયા બાદ પોલીસ દરોડા પાડી રહી છે. પરંતુ હવે આ વ્યક્તિના બચાવમાં તેની પત્ની મેદાનમાં ઉતરી છે. જ્યારે પોલીસ રાજેશને પકડવા માટે ઘરે પહોંચી તો પત્નીએ તેને ભગાડી દીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.