પત્નિએ મોબાઈલ રિસીવ નહીં કરતા યુવકે આત્મહત્યા કરી
તાપી, વ્યારાના ચીખલી ગામમાં રહેતા યુવાને પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચીખલી ગામમાં ચકચાર મચી છે. પોલીસે આત્મહત્યા મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ કરતા પત્નીએ મોબાઈલ રિસીવ નહિ કરતા યુવકે આત્મહત્યા કરી હતી. જેથી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.
યુવકયુવક મૃતક મૂળ રાજસ્થાનનો વતનીમૂળ રાજસ્થાનનો ચૂરું જિલ્લાના રતનગઢના અને ૬ વર્ષથી વ્યારાના ચીખલી રોડ પર યોગીનગર સોસાયટીમાં રહેતાં ૩૨ વર્ષિય( હેમચંદ ભંવરલાલ મેઘવાલ) મૃતકના પત્નીએ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હેમચંદનો ફોન રિસિવના કરતાં હેમચંદે જીવન ટૂંકાવ્યું હતું.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયોઆ ઘટનામાં મળતી વિગતો અનુસાર વ્યારાના ચીખલી ગામે યોગીનગરમાં રહેતા હેમચંદ ભવરલાલ મેઘવાલે સવારના સુમારે સોસાયટીની પાસે આવેલા ઝાડ પર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ચીખલી ગામના રહીશો જતા તેઓએ હેમચંદનો મૃતદેહ લટકતો જાેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરતા વ્યારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઈલ મળી આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ યુવકના પત્નીએ તેનો ફોન રિસિવ ન કરતા આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.