Western Times News

Gujarati News

પત્નિ જાેડિયા બાળકો લઇ પાડોશી સાથે ફરાર થઇ ગઇ

પ્રતિકાત્મક

વડોદરા, પત્ની બે જાેડિયા બાળકો લઈ પાડોશી નાઈ સાથે ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. પતિએ બાપોદ પોલીસ મથકે પત્ની અને બાળકોના ગુમની ફરિયાદ આપી હોવા છતાં પોલીસે યોગ્ય સહકાર ન આપતા આક્ષેપ સાથે પતિએ સીસીટીવી ફૂટેજ ચકાસતા અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવવાની સાથે સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

પતિએ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક નારાયણ ધામ સોસાયટીમાં રહેતા મહેશ નિકમના લગ્ન વર્ષ ૨૦૧૬ દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ દીપિકા ( નામ બદલ્યું છે ) સાથે થયા હતા.

તેમનો પાડોશી અને ઘર નજીક જ વાળ કાપવાની દુકાન ધરાવતો તુષાદ દિનેશભાઈ રાવળ અવારનવાર તેમની પત્નીને ઈશારા કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.