પત્નિ સાથેના ઝઘડામાં વચ્ચે પડેલી સાસુને જમાઈએ ચપ્પુ માર્યુ
અમદાવાદ : બાપુનગરમાં દિકરી તથા જમાઈ ઝઘડતાં હતા તે વખતે દિકરીના માતા પિતા તેમને છોડાવવા વચ્ચે પડતા જમાઈ સાસુને પેટમા ચાકુનાં ઘા મારી દીધા હતા ગંભીર રીતે ધવાયેલા સાસુને હોસ્પીટલમાં સારવાર લેવાના ફરજ પડી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમા ફફટાજ ફેલાયો હતો અને તત્કાલિક ૧૦૮ એમ્બ્યુલસ બોલાવામાં આવી હતી.
બાપુનગર હાઉસીંગ બોર્ડનાં મકાનમાં રહેતા ચતુરભાઈ શીવાભાઈ રાઠોડે ફરીયાદ નોધાવી છે કે તેમની પુત્રી અનીતાબેનનો ઝઘડો તેના પિત મહેશભાઈ સાથે ચાલતો હતો જેની જાણ થતા પતિ પત્ની બંને જમાઈ તથા પુત્રીને સમજાવવા વચ્ચે પડ્યા પડ્યા હતા જેથી ઉશ્કેરાયેલા જમાઈ મહેશભાઈએ ચતુરભાઈ તથા તેમનાં પત્ની અને અન્ય લોકો સાથે ઝઘડો ઝપાઝપી કરી હતી તથા ઘરમાંથી ચપ્પુ લઈ આવી ને કોઈ કંઈ સમજે એ પહેલા જ ધારદાર ચપ્પુ તેમની સાસુના પેટમા હુલાવી દિધુ હતુ અને ત્યાથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો એ તાત્કાલિક વૃદ્ધાને હોસ્પિટલમાં ખસેડી હતી અને પોલીસ ને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોચી ગઈ હતી. પોલિસે ફરાર થઈ ગયેલા જમાઈની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ ચપ્પાના ઘા વાગતાં વૃધ્ધાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિક નાગરીકોમાં રોષ જાવા મળી રહ્યો છે.