Western Times News

Gujarati News

પત્નીએ છૂટાછેડા આપવા ખોટા કેસ કરતા પતિનો સાબરમતીમાં કૂદીને આપઘાત

 

થોડા દિવસ અગાઉ મળેલા મૃતદેહની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવીઃ મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવી

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સાબરમતિ નદીમાંથી કેટલાંક દિવસ અગાઉ એક યુવાનની લાશ મળી આવી હતી. જેને ફાયરબ્રિગેડ દ્વારા રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આ યુવાનના મૃત્યુ અંગેની તપાસ ચલાવી હતી. જા કે યુવાનને પત્ની દ્વારા વારંવાર છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં અને ખોટા કેસ કરવામાં આવતા લાગી આવ્યુ હતુ.

જેના પગલે તેણે આત્મહત્યા કરી લેધી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સાબરમતી નદીમાંથી ગઈ તા.૧૪મીએ વિજય દશરથભાઈ પ્રજાપતિ (રહે.રાયકાનગર સામે ચાંદલોડીયા) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાની જાણ કરતા પરિવારજનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે સ્યુસાઈડ લાગતા કેસમાં મૃતક યુવાનના પરિવારના નિવેદન લેતા કંઈક જુદી જ હકીકત બહાર આવી હતી. જેના કારણે પોલીસે યુવાનની પત્ની વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મૃતક યુવાનના પિતા દશરથભાઈના જણાવ્યા અનુસાર પાંચેક વર્ષ અગાઉ વિજયને નરોડા ખાતે રહેતા મુલચંદભાઈની દિકરી હેતલને જાવા પરિવાર સાથે ગયો હતો. જ્યાં બંન્નેએ એકબીજાને પસંદ કર્યા હતા. જા કે બાદમાં મૂળચંદભાઈએ પોતાના દિકરા માટે દશરથભાઈની દિકરીનો હાથ માંગતા દશરથભાઈ એ તેમ કરવાનો ઈન્કાર કરતાં લગ્નની વાત અટકી પડી હતી. જા કે વિજય તથા હેતલ વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંન્નેએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હતા.

બાદમાં વિજય હેતલને લઈને પોતાના ઘરે આવ્યો હતો. પરંતુ લગ્નના બીજા જ દિવસે હેતલનો ભાઈ તથા બહેન સમાજની રીતરિવાર મુજબ લગ્ન કરાવી આપવાના છે એમ જણાવીને લઈ ગયા હતા. પરંતુ પંદર દિવસ સુધી પત્ની હેતલ પાછી ન ફરતા વિજયે તેને પરત લાવવાના પ્રયાસો કરતાં હેતલે પોતાના ભાઈ સાથે વિજયની બહેનને પરણાવાય તો જ સાસરે આવવાનું કહ્યુ હતુ. જેના પગલે વિજયને આંચકો લાગ્યો હતો.

તેણે હેતલને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જા કે હેતલે વિજય તથા તેના પરિવાર વિરૂધ્ધ ખોટા કેસો કર્યા હતા અને વકીલો મારફતે નોટીસ મોકલાવી છૂટાછેડા માટે દબાણ કર્યુ હતુ.  પરંતુ વિજય છૂટાછેડા આપવા ઈચ્છતો નહોતો. જેને કારણે માનસિક રીતે દબાણમાં આવી ગયેલા વિજયે સાબરમતી નદીમાં કૂદીને મોતને વહાલું કર્યુ હતુ.

પોલીસે મૃતક વિજયના પિતાની ફરીયાદ લઈને તેની પત્ની હેતલની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ દશરથભાઈએ મૃતક પુત્ર તથા પુત્રવધૂ વચ્ચે થયેલી વાતચીતોના રેકોર્ડીંગ પણ પોલીસને સોંપ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.