પત્નીએ પતિને દારૂ છોડવાનું કહેતા પતિએ આપઘાત કર્યો
જામનગર, આપણી આસપાસ આપઘાતનાં કિસ્સાઓની સંખ્યામા જાણે વધારો નોંધાતો હોય તેમ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાલાવડમાં માર્કેટીંગ યાર્ડ બાજુમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનુ મૃત્યું થયુ હતુ. મૃતકને દારૂનો નશો કરવાની ટેવ હોવાથી પત્નીએ આ દારૂ પીવાનું છોડી દેવા કહેતા માઠુ લાગતા આ પગલુ ભરી લીઘાનુ કારણ સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલાવડમાં માર્કેટીંગ યાર્ડની બાજુમાં રહેતા અને મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ૩૦ વર્ષના વિકાસ નથુભાઇ નિહાલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેઓ એમપીના બળવાની જિલ્લાના પાલીયા ગામના વતની હતા. આ યુવાને ગત તા.૪ના રોજ વાડી પાસે ઝેરી દવા પી જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પત્ની જયોતિબેન નિહાલે જાણ કરી હતી. જે બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગે પોલીસે મૃતકની પત્ની અને આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકના પત્ની જ્યોતિબેને નિવેદનમાં જણાવ્યુ હતુ કે, મૃતક યુવાનને દારૂ પીવાની ટેવ હતી. જેથી પત્નીએ નશો કરવાની ના પાડતા માઠુ લાગ્યુ હતુ. જે બાદ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા એક વકીલ નિલેશ ડાફડાની સોમવારે સવારે તેના ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
આ અંગે જાણ થતાં સી-ડિવીઝન પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને વકીલના પત્ની કાજલ ડાફડા પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેણીએ જ પોતાના પતિને રાત્રીના નિંદ્રાધીન હાલતમાં છરીથી ગળું કાપી હત્યા કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.SSS