પત્નીએ સાથે આવવા ના પાડતા પતિએ ગળું કાંપ્યુ
સુરત, છેલ્લા એક વર્ષથી અલગ રહેતી પત્નીએ સાથે આવવા માટેની ના પાડતા પતિએ બ્લેડથી ગળું કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે રીક્ષા ચાલક પતિ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની વિગતો એવી છે કે, અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત શ્રીરામનગર સોસાયટીમાં લાલાભાઈ ભરવાડ મકાનમાં ફોઈ અનિતા ભોજિયા સાથે રહેતી પાયલ દિનેશ હરસારાનીએ ઓક્ટોબર ૨૦૧૬માં ભાગીને રાજુલા ખાતે મંદિરમાં રીક્ષાચાલક પ્રેમી રવિ પ્રવીણ વરિયા સાથે લવમેરેજ કર્યા હતા.
અમરોલી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લગ્ન થયા બાદ પાયલે એક બાળકને જન્મ આપ્યો હતો જેની ઉંમર હવે ૪ વર્ષ છે અને તેનું નામ નીલ છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ વાતને ળઈને પતિ સાથે મનમેશ ન હોવાથી પાયરલ ફોઈના ઘરે રહેવા આવી હતી અને હાલમાં રમકડા વેચીને ગુજરાન ચલાવે છે.
જ્યારે તેનો પતિ અને પુત્ર સિંગણપોરમાં સાસુ-સસરાની સાથે રહે છે. આ દરમિયાન રવિએ પત્ની પાયલને ફોન કરીને મળવા તેના ઘર નજીક શ્રી રામેશ્વર મંદિર પાસે બોલાવી હતી.
જેથી પાયલ તેની ફોઈ અનિતા અને ફુવા દિલીપ અને સુમના નામની મહિલા સાથે પતિને મળવા ગઈ હતી. જ્યાં રવિ પાયલને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. જાે કે, પાયલે ઈન્કાર કરી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન રવિએ પાયલનું ગળું દબાવી બ્લેડથી નસ કાપી નાખી હતી. હુમલા બાદ ફોઈ અને ફુવા દોડી આવ્યા અને પાયલને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ પત્નીને મળવાના બહાને બોલાવી પોતાની સાથે લઈ જવાના મુદ્દે ઝઘડો કરીને બ્લેડ વડે ગળુ કાપીને હત્યાનો પ્રયાસ કરનાર રીક્ષા ચાલક પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમરોલી પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SSS