પત્નીએ સેક્સની ના પડતાં ગોળી મારી, ૩ બાળકને કેનાલમાં ફેંક્યા
મુઝફ્ફરનગર: ૩૫ વર્ષના એક પુરુષે પોતાની પત્નીને માથામાં ગોળી મારી ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દીધા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં બની છે. પોલીસે આ ગુનાને અંજામ આપનારા શખ્સની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરવાનું જે કારણ આપ્યું હતું તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મુઝફ્ફરનગરમાં પત્ની ડોલી અને ત્રણ બાળકો સાથે રહેતા પપ્પુની આ કરતૂત વિશે જાણ થતાં પોલીસે બાળકોને શોધવા માટે તાત્કાલિક ડાઈવર્સની ટીમ કેનાલમાં મોકલી હતી. જાેકે, બાળકોની લાશનો કોઈ પત્તો નહોતો મળી શક્યો. સૂત્રોનું માનીએ તો પપ્પુ અને ડોલી વચ્ચે ઘરકંકાસ થતાં ઉશ્કેરાઈ ગયેલા પપ્પુએ ડોલીની હત્યા કરી નાખી હતી.
પૂછપરછ દરમિયાન પપ્પુએ પોલીસને જણાવ્યું હતું કે ડોલી છેલ્લા ૧૫ દિવસથી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર નહોતી થઈ રહી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પપ્પુએ ડોલીને ધમકી આપી હતી કે જાે તેણે હવે ના પાડી તો તેનું ગંભીર પરિણામ આવે. જાેકે, મંગળવારે ફરી ડોલીએ પપ્પુને ના પાડી દેતાં ઉશ્કેરાયેલા પપ્પુએ તેને માથામાં ગોળી મારી ઘરમાં જ ઢાળી દીધી હતી.
ડોલીને મારી નાખ્યા બાદ પપ્પુને વિચાર આવ્યો હતો કે બાળકોનું શું થશે? આ વિચારીને તેણે ત્રણેય બાળકોને પણ ગંગા નદીની કેનાલમાં ફેંકી દીધા હતા. સૂત્રોનું માનીએ તો ડોલીના લગ્ન ૧૦ વર્ષ અગાઉ પપ્પુના મોટાભાઈ સાથે થયા હતા. જાેકે, મોટાભાઈનું નિધન થતાં ડોલીને પપ્પુ સાથે લગ્ન કરવા કહેવાયું હતું.