Western Times News

Gujarati News

પત્નીથી પરેશાન TCS મેનેજરે વીડિયો બનાવી કરી આત્મહત્યા

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશમાં એકવાર ફરી અતુલ સુભાષ જેવી ઘટના સામે આવી છે. મલ્ટીનેશનલ કંપની ટીસીએસના એક મેનેજરે પત્નીથી પરેશાન થઈને આપઘાત કરી લીધો છે. આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેમાં રડતા-રડતા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ટીસીએસ મેનેજર માનવ શર્માએ આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં ખુલાસો કર્યો કે તે પત્નીના ત્રાસથી પરેશાન છે. સાથે તેની માંગ છે કે કાયદો પુરૂષોને પણ સુરક્ષા આપે.

માનવ શર્માએ ગળે ફાંસો લગાવતો વીડિયો બનાવ્યો અને કહ્યું કે તેના માતાપિતાને કોઈ પરેશાન ન કરે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ૬ મિનિટ ૫૬ સેકેન્ડના વીડિયોમાં માનવ શર્મા ગળે ફાંસી લગાવી વાત કરી રહ્યો છે. ફાંસીનો એક છેડો પંખા સાથે બાંધેલો છે. આ વીડિયોમાં માનવ કહે છે કે આ તે અધિકારીઓ માટે જે પોલીસ અને કાયદા સાથે જોડાયેલા છે. કાયદો પુરૂષોને સુરક્ષિત રાખવા માટે હોવો જોઈએ બાકી એવો સમય આવશે જ્્યારે કોઈ પુરૂષ નહીં બચે જેના પર આરોપ લગાવી શકો. હું મારૂ જણાવું તો બધા જેવું જ છે. મારી પત્નીની ખબર પડી કે તેના કોઈ સાથે સંબંધ છે. પરંતુ કોઈ વાત નહીં. મને જવામાં કોઈ સમસ્યા નથી. હું જવા ઈચ્છું છું. પુરૂષોનું વિચારો. પુરૂષો વિશે કોઈ વાત કરો. બિચારા ખુબ એકલા છે.

ત્યારબાદ માનવ શર્મા વીડિયોમાં રડી રહ્યો છે. ત્યારબાદ તેણે પોતાના પરિવારની માફી માંગી હતી. તેણે કહ્યું પપા સોરી, મમ્મી સોરી. મારા ગયા બાદ બધુ બરાબર થઈ જશે. હું સમજી શું કે કઈ રીતે મરાય છે. પરંતુ ત્યાં સુધી ફરી વિનંતી કરીશ કે પોતાના જીવનમા સામેલ પુરૂષો વિશે વિચારો.

હું હંમેશા બધુ છોડનારમાં રહ્યો. મેં પહેલા પણ ઘણીવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેણે પોતાના કાંડા પર થયેલી ઈજાના નિશાન પણ દેખાડ્યા હતા. માનવ શર્માએ વીડિયોમાં કહ્યું કે મને છોડો તમે બધા તમારૂ ધ્યાન રાખો. તેણે કહ્યું કે બધુ ઠીક છે પીસ આઉટ. તમારો લો એન્ડ ઓર્ડર સારી રીતે કરો જો કરવું હોય તો બાકી કોઈ સમસ્યા નથી. માનવ શર્મા અંતમાં કહે છે કે મારા-માતા પિતાને પરેશાન ન કરતા. ત્યારબાદ આ વીડિયો બંધ થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બંધ થયા બાદ માનવે આપઘાત કરી લીધો છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.