પત્નીનાં પ્રેમીએ આવેશમાં આવી પતિને મોતને ઘાટ ઉતાર્યો
હાલોલ, હાલોલમાં જીઆઈડીસી નજીક રીંકી ચોકડી પાસે પતિ-પત્ની ઔર વોના કિસ્સામાં ખૂની ખેલ ખેલાયો હતો. પત્નીના પ્રેમીએ જાહેર માર્ગ ઉપર જ પત્નીની સામે તેના પતિને છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.પ્રેમીએ પતિ ઉપર કરેલા હુમલામાં વચ્ચે પડેલી પત્નીને પણ હાથમાં ઈજાઓ પહોંચી હતી.
હાલોલ પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે હાલમાં પતિનું મોત થઇ ગયુ છે. અને મહિલાનો પ્રેમી પોલીસ હિરાસતમાં છે. એક સાથે બ બે પ્રેમનો લાભ ખાટવાનાં પત્નીનાં સ્વપન તૂટી ગયુ છે અને તે તદ્દન એકલી થઇ ગઇ છે.
સમાજમાં જયારે જયારે પ્રેમ હદ વટાવે છે ત્યારે તેનો કરુણ અંજામ આવતો હોવાની સંખ્યાબંધ ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે.
જેમાં પણ ‘પતિ પત્ની વચ્ચે જયારે વો’ ની એન્ટ્રી થાય છે ત્યારે ત્યારે પારિવારિક જીદંગી છિન્નભિન્ન થવા સાથે કોઈ એકને અકાળે રોષ કે ઇર્ષ્યાનો ભોગ બની અકાળે મોતને ભેટવું પડે છે કા તો જેલવાસમાં અને આખરે પ્રેમનાં ડ્રામાનો પૂર્ણ વિરામ આવી જાય છે પ્રેમનાં પાગલપનમાં આખરે એકલવાયી જીદંગી જીવવાની સ્થિતિ ઉભી થઇ જાય છે. આવો જ એક કિસ્સો હાલોલમાં બન્યો છે.
હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા નારાયણનગર ખાતે રહેતા વિજયને ત્રણ વર્ષ અગાઉ યુવતી જનકબેન સાથે પ્રેમ થઈ જતા બંનેએ મંદિરમાં જઈને બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. જેનાબાદ જનકબેનની માતા અને વિજય એક સાથે રહેતા હતા.
વિજયની પત્ની જનકબેન હોટલમાં સ્લીપર તરીકે કામ કરતી હતી આજ હોટલમાં ઉત્તર પ્રદેશનો અજિત પાસવાન પણ સાફ સફાઈનું કામ કરતો હતો. દરમિયાન બંને વચ્ચે આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો. આ બાબતની જાણ વિજયને થઈ ગઈ હતી જેથી વિજયે પત્નીને હોટલ માંથી નોકરી છોડાવી દીધી હતી.
આ મુદ્દે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાની શરૂઆત થઈ હતી. બીજી તરફ અજિત જનકબેનનાં પ્રેમમાં અંધ બની તેણીને ધમકી આપી હતી કે તું મારી સાથે લગ્ન કરી મારી સાથે નહીં રહે તો હું વિજયને જાનથી મારી નાખીશ.આ ધમકીથી ગભરાઈ જનક અજિત સાથે વડોદરા ચાલી ગઈ હતી જે ત્યાંથી પરત હાલોલ આવી પણ ગઇ હતી.
બીજી તરફ જનકે પ્રેમી સાથેનાં સંબંધો ઓછા કરતાં પ્રેમી અજિત ગુસ્સામાં આવી ગયો હતો. આ દરમિયાન મોડી સાંજે જ્યારે વિજય અને તેની પત્ની મોટરસાયકલ પર રીંકી ચોકડી પાસે કેરબા લઈ પાણી ભરવા માટે ગયા હતા.
એ વેળાએ અજીતે વિજયને તું મારા ઘર તરફ કેમ આટા મારુ છું તેવુ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન અજિતે ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી વિજયના શરીરે ઉપરા છાપરી છરીના ઘા મારી દેતા વિજયનું ઘટના સ્થળે જ પત્નીની હાજરીમાં મોત નીપજ્યું હતું.SSS