Western Times News

Gujarati News

પત્નીના અન્ય સાથે લફરાંથી કંટાળીને પતિનો આપઘાત

અમદાવાદ: પત્નીનું અન્ય યુવક સાથે લફરું ચાલું હતું અને બંનેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ જતા પતિએ કંટાળીને આપઘાતકરી લીધો. આ મામલે ફરિયાદ નોંધાતા પત્નીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ ગ્રામ્ય કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી.

કોર્ટે નોંધ્યું કે, આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે, આ પહેલા પણ આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટ ફગાવી હતી. ઘટનાની વિગતો મુજબ, પતિને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનારી પત્નીએ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદ ચાર મહિના મોડી છે અને પહેલા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પછી દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી.

મારા પર બે સંતાનની જવાબદારી છે અને કોર્ટ જામીન આપે તો હું તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. જાેકે અરજીનો વિરોધ કરતા સામેના પક્ષના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ચાંગોદર નજીક ગામમાં મૃતક યુવક પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. પત્નીને અન્ય યુવક સાથે અનૈતિક સંબંધો હોવાથી પતિ દ્વારા અવારનવાર સમજાવવા છતા પણ પત્નીએ પોતાના આ સંબંધો ચાલું રાખ્યા હતા. એવામાં એકદિવસે પતિને પત્નીના ફોનમાં અન્ય યુવક સાથેના સંબંધોના ફોટો-વીડિયા મળી આવ્યા,

જેથી બંને વચ્ચે તકરાર થઈ અને પત્ની રિસાઈને પિયરમાં જતી રહી. આ સમગ્ર ઘટનાની પતિએ પત્નીના ભાઈને જાણ કરતા તે સમાધાન માટે પતિને બોલાવાયો હતો. આ વખતે પત્નીએ પતિની કહ્યું હતું કે, ‘મારે તારી સાથે નથી રહેવું, તને છૂટાછેડા આપી દેવા છે. હું યુવક સાથે પ્રેમ સંબંધો ચાલુ જ રાખીશ.’ આમ પત્નીએ અન્ય યુવક સાથે અનૈતિક સંબંધો ચાલુ રાખ્યા હતા અને તેમના ફોટો તથા વીડિયો વોટ્‌સએપ પર વાઈરલ થઈ ગયા હતા. જેથી પતિએ આપઘાત કરી લીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.