પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાને કારણે પતિએ સોઈ-દોરાથી સીવી દીધો પ્રાઇવેટ પાર્ટ

ભોપાલ, પોતાના જીવનમાં એ પળ ખૂબ મહત્ત્વની હોય છે જ્યારે તમે કોઈ પુરુષ કે સ્ત્રી સાથે લગ્નના બંધનમાં બંધાવ છો. એ બંધનમાં સુખ દુઃખમાં સાથે રહેવા માટેના સમ લેવાતા હોય છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ બંને વચ્ચે અરસપરસ પ્રેમ અને સદ્દભાવના સાથે પોતાનું જીવન વિતાવવાથી ગૃહજીવન સુખમય વીતે છે પરંતુ તેમાં જાે પોતાના સાથી પ્રત્યે કોઈ શંકા ભરાઈ જાય છે તો પોતાના ગૃહજીવનમાં ઘરકંકાસ વધી જાય છે અને પછી કેટલીક વખતે તેમાં ગંભીર પરિણામ આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક પતિ પોતાની પત્ની પર શંકા કરતો હતો કે તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ છે અને એ શંકામાં તે પત્નીનો પ્રાઇવેટ પાર્ટ સીવી દેતો હતો. ચાલો તો જાેઈએ કે આ ઘટના ક્યાંની છે.
મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાંથી એક પરણિતા સાથે હેવાનિયત કરવાની શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક પુરુષે પોતાની પોતાની પત્ની પર કોઈ અજાણ્યા પુરુષ સાથે આડા સંબંધ બનાવવાની શંકા હતી. આ શંકામાં તે એ હદ સુધી હેવાન બની ગયો કે તેણે પોતાની પત્નીના પ્રાઇવેટ પાર્ટને સોઇ-દોરાથી સીવી દીધો. પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરી લીધો છે. સિંગરોલીના એડિશનલ એસપી અનિલ સોનકરે આ બાબતે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ ઘટના સિંગરોલી જિલ્લાના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
અહીં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરે છે અને આરોપ લગાવે છે કે તેના કોઈ અન્ય પુરુષ સાથે આડા સંબંધ છે. પીડિતાના જણાવ્યા મુજબ આ શંકાએ તેના પતિને એ હદ સુધી આંધળો બનાવી દીધો કે તે તેના પ્રાઇવેટ પાર્ટને સોઈ-દોરાથી સીવી દે છે. પોલીસે મહિલાની ફરિયાદના આધાર પર તેના પતિ વિરુદ્ધ ગંભીર કલમો હેઠાક કેસ દાખલ કર્યો છે. આ ખૂબ જ અમાનવીય કૃત્ય છે અને આ દરમિયાન મહિલાને ખૂબ જ પીડામાંથી પસાર થવું પડ્યું હશે.
એડિશલ એસપી અનિલ સોનકરે આગળ જણાવ્યું કે આ ઘટમાં કાર્યવાહી કરતા પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. હાલમાં મહિલાના પતિને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. મહિલા ૨૪ ઓગસ્ટે પોલીસ સ્ટેશને પહોંચી હતી. પતિ પોતાની પત્ની પર શંકા કરતો હતો. એ શંકામાં જ આ ઘટનાને અંજામ આપ્યો. એસપી અનિલ સોનકરે જણાવ્યું કે પત્નીનું કહેવું છે કે તેને માફ કરી દેવામાં આવે. પત્ની સિવાય છોકરા, વહુ, દીકરીઓ બધા તેને છોડવા કહી રહ્યા છે નહીં તો કોઈ કારણ વિના આ લોકો હાસ્યના પાત્ર બનશે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કલમો વધારવામાં આવી શકે છે.HS